ગુજરાત(Gujarat): 3 વર્ષ પહેલા સરથાણા(Sarthana)માં બનેલ કાળજું ચીરી નાખે તેવી તક્ષશિલા અગ્નિકાંડ(Takshashila fire)માં 22 માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા હતાં. પરંતુ આ ઘટના દરમિયાન રીયલ લાઈફ હીરો જતીન નાકરાણી(Jatin Nakarani)એ પોતાના જીવની પરવાહ કર્યા વગર 14 બાળકોના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. આ દરમિયાન ગંભીર ઈજા થવાને કારણે જતીન નાકરાણી કોમામાં સરી પડ્યા હતાં. ત્યારથી લઈ આજ સુધી એટલે કે 3 વર્ષથી તે પથારીવશ છે. જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ હતી.
આર્થિક પરિસ્થિતિ ખરબ થવાને કારણે બેન્કના હપ્તા ન ભરાતા બેન્ક ઘર સિલ કરવા સુધી આવી ગઈ હતી. તેમના પરિવારને મદદ કરવા માટે સૌ-પ્રથમ ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જાણ થતાં એક વર્ષ ચાલે તેટલા અનાજ કરિયાણાની કિટ તેમના પરિવારને આપવામાં આવી હતી અને ત્યાર પછી ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અલગ અલગ સામાજીક સંસ્થા તથા સામાજીક આગેવાનોએ જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.
જતીન કામ ન કરી શકે ત્યાં સુધી મદદ કરવાની તૈયારી દર્શાવી:
અલગ અલગ સામાજિક સંસ્થાઓ જેવી કે, ડાયમંડ કરિયર ફાઉન્ડેશન દ્વારા 6 લાખ રૂપિયા, શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 5 લાખ રૂપિયા, કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) દ્વારા 5 લાખ રૂપિયા, બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા, બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, સાથે સાથે અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક મદદ કરી છે.
જતીન નાકરાણીના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. હાલ જતીન નાકરાણી પથારીવશ હોવાથી માનવ મંદિર પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી જતીન નાકરાણી કામ કરવાને લાયક એટલે કે, તેની માનસિક સ્થિતિ સરખી ન થઇ જાય ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમના પરિવારને મદદ કરવામાં આવશે.
જતીનની વિદ્યાર્થિનીએ અમેરિકાથી મોકલી મદદ:
જણાવી દઈએ કે, તક્ષશિલામાં જતીન નાકરાણીના કલાસમાં પાયલ જીયાણી આવતી હતી. પાયલને યુએસ સ્થાયી થયાના ત્રણ મહિના થયા છે. પાયલે તેના પ્રથમ પગારમાંથી 15 હજાર રૂપિયા જતીન નાકરાણીના પરિવારને અમેરિકાથી ટ્રાન્સફર કર્યા હતા અને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.