હાલ ઇન્સ્ટાગ્રામ (Instagram)માં દરેકની સ્ટોરી (Story)માં સેવ ધ એલિફન્ટ્સ(Save the Elephants) જેવું કઈ જોવા મળતું હશે. જેમાં એક રિપોસ્ટ(repost) પર 0.01 ડોલર મળે છે જે હાથીઓ(elephants) માટે ડોનેટ(Donate) કરવાની વાત છે. શું આ ફંડ રેઝર પાછળની સ્ટોરી સાચી છે કે ખોટી. તો ચાલો જાણીએ.
ઇન્સ્ટાગ્રામનું ફંડ રેઝર ફીચર ઈન્ડિયામાં છે જ નહીં:
હાલ દરેકના ઇન્સ્ટાગ્રામમાં સેવ ધ એલિફન્ટ્સની રિપોસ્ટ સ્ટોરી જોવા મળતી હશે. જેમાં હાથી તથા તેનું બચ્ચું બતાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તમે ડોનેટ કરો અથવા તમે રિપોસ્ટ કરો, જેથી 0.01 ડોલર મળે છે. તેનો ઉપયોગ હાથીની સુરક્ષા માટે કરવામાં આવશે. જેના કારણે મોટા ભાગના લોકોએ આ સ્ટોરી રીપોસ્ટ પણ કરી હતી. ત્યારે સૌથી પહેલા તો ઇન્સ્ટાગ્રામનું ફંડ રેઝર ફીચર ઈન્ડિયામાં છે જ નહીં, તેની ઓફિશિયલ વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયામાં આ ફીચર નથી, એટલા માટે તમે ડોનેટ કરી જ ન શકો. એટલે તમે ડોનેટ કરવાની જેટલી પણ કોશિશ કરશો, તમે નહીં કરી શકો.
બીજી જાહેરાત એ કરવામાં આવી છે કે, તમે રિપોસ્ટ કરશો, તો 0.01 ડોલર મળશે જે અમે ડોનેટ કરીશું, પણ આ બાબતનું પ્રૂફ શું છે કે ડોનેટ થયા છે કે નહીં? કેમકે તેમાં તો કોઈ જ અપડેટ જોવા મળી નથી. આ વિશે આપણને કોઈપણ જાણકારી મળતી નથી. જેથી સંપૂર્ણ માહિતી વગર આવી સ્ટોરીઓ મુકવી જોઈએ નહિ.
જાણો આ સંસ્થા વિશે:
મળતી માહિતી અનુસાર, સેવ ધ એલિફન્ટ એક યૂકે રજિસ્ટર્ડ કંપની છે, જેનું હેડક્વાર્ટર કેન્યામાં છે. પણ વાત આવે છે પેટકોપેટ્સની. પેટકોપેટ્સ જેવી જ પેટકો અર્થ વગેરે એવી ઘણી બધી સંસ્થાઓ ચાલે છે તથા તેના ઇન્સ્ટાગ્રામ પેજ પણ ચાલે છે. હવે આ ઇન્સ્ટાગ્રામ પેજ માત્ર હાથીઓ માટે જ નહીં પણ સેવ ધ ટર્કી, સેવ ધ યુક્રેન વગેરે જેવી ઘણી સ્ટોરીઓ તમને જોવા મળશે.
શું કરવું જોઈએ?
જયારે પણ આવું કાઈ હોય ત્યારે જ્યાં સુધી આપણી પાસે પૂરતી ઇન્ફોર્મેશન ન હોય, ત્યાં સુધી તેની પોસ્ટને રિપોસ્ટ કરવાથી બચવું જોઈએ. આ અંગે જાણવા મળ્યું છે કે, સેવ ધ એલિફન્ટ નામની સંસ્થાને મેલ કરવામાં આવ્યો હતો કે, આ જે ફંડરેઝર તેમના દ્વારા ચલાવવામાં આવે છે, એ લીગલ છે કે નહીં ત્યારે તેમની મીડિયા ટીમ દ્વારા જવાબ આપવામાં આવ્યો અત્યારે આ પ્રકારનું કોઈ કેમ્પેન ચલાવવામાં નથી આવી રહ્યું. એટલા માટે આવી પોસ્ટથી દૂર રહેવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.