મહીને 1.40 લાખલ કમાતા GST સુપ્રિટેન્ડન્ટ 5 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરત(Surat): હાલ શહેરમાં GST સુપ્રિટેન્ડન્ટ(GST Superintendent) લાંચ(bribe) લેતા ઝડપાયા છે. જાણવા મળ્યું છે કે, GST સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલે રૂપિયા 5 હજારની લાંચ લીધી હતી. જેથી તેઓ ઝડપાઈ ગયા હતા. આ GST સુપ્રિટેન્ડન્ટનો માસિક પગાર રૂપિયા 1.40 લાખ છે અને હજુ તો તેઓની નિવૃત્તિના 8 વર્ષ બાકી છે. તેમ છતાં પણ તેઓ લાંચ લેતા ઝડપાયા હતા.

સુપ્રિટેન્ડન્ટે GST રિફંડના નાણાં રિલીઝ કરવા લાંચ માંગી હતી:
મળતી માહિતી અનુસાર, સુશીલ અગ્રવાલે GST રિફંડના નાણાં રિલીઝ કરવા લાંચ માંગી હતી. ટેક્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 4 લાખનું રિફંડ ચૂકવવા તેઓએ લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ACBએ છટકું ગોઠવી નાનપુરા GST ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી:
જાણવા મળ્યું છે કે, સુશીલ અગ્રવાલ(52) મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેઓ હાલ સુરતમાં સિટીલાઇટ વિસ્તારમાં રહે છે. તેઓ નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન તેમણે ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી. આથી સુપ્રિટેન્ડન્ટે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની માંગણી કરી હતી. બાદમાં લાંચિયાએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી.

મોડીરાતે ACBએ સુપ્રિટેન્ડન્ટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું:
આ મામલામાં શક્ય છે કે, રિફંડના નાણાં રિલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે આ જ રીતે બીજા ઘણા લોકો પાસેથી રૂપિયા લીધા હોઇ શકે છે. ACB છેલ્લા 6 મહિનાની રિફંડ રિલીઝ કર્યા હોય તેવી ફાઇલોની તપાસ કરાવે તો કદાચ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. મોડીરાતે એસીબીના સ્ટાફે સુપ્રિટેન્ડન્ટના સિટીલાઇટ ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ હાલ પણ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *