હાલના સમયમાં દુનિયા આખી ડીજીટલ બની રહી છે. જોવા જઈએ તો હાલના સમય મુજબ નાની-મોટી જરૂરત માટે રોકડા લઈને ચાલવું જરૂરી છે. જેમાં રિક્ષાવાળા, દુધવાળા, શાકવાળા પાસે ક્યારેક ફાટેલી નોટ હોય છે જે આપણને આપી દે છે અને ત્યારબાદ આપણે તે નોટ ક્યાંક મુકીને ભૂલી જઈએ છીએ. ઓછા લોકોને ખબર હોય છે કે આ ફાટેલી નોટો બેંક દ્વારા બદલી આપવામાં આવે છે.
ઘણા લોકોને આ વાતની ખબર હશે કે આપણે નોટ બેંકમાં બદલી શકીએ છીએ. પરંતુ આપણને લાગે છે કે ૧૦, ૨૦ અને 100 ની ફાટેલી નોટોને લઈને બેન્કની લાઈનના ચક્કરમાં કોણ જાય. પણ અમે તમને જણાવી દઈએ કે આ નોટ બદલવા માટે બેંકમાં કોઈ લાંબી પ્રક્રિયાની જરૂરત નથી. નોટ આસાનીથી બદલી શકાય છે.
ઘણા લોકોતો એવા છે કે જે ફાટેલી નોટને કોઈ ટેપ વડે થવા તો ફેવિકોલ કે સેલોટેપ જાતે જ ચીપકાવા લાગે છે. પરંતુ આ વસ્તુ ખોટી છે. સાચી રીત તો એ છે કે નોટને બેંકમાં જઈને બદલાવી લેવામાં આવે. ફાટેલી નોટની પ્રક્રિયા જાણવા માટે અમારા લોકો દ્વારા બેંકમાં પૂછપરછ કરવામાં આવી.
ત્યારે બેંક વાળાએ જણાવતા કહ્યું કે જો તમારી પાસે કોઈ ફાટેલી કે જૂની નોટ છે. જયારે આ નોટને લઈને દુકાનદાર પણ ના પાડે છે. તો તમે આ નોટ લઈને બેંકમાં જાવ જ્યાં તમાં ખાતું શરુ છે. ત્યાના બેંક મેનેજર સાથે વાત કરીને તમે સરળતાથી નોટ બદલી શકો છો.
એટીએમમાંથી કાઢેલી ફાટેલી નોટ કેવી રીતે બદલશો:
તમે એટીએમમાંથી પૈસા કાઢો છો અને તેમાં જો કોઈ ખરાબ અને ફાટલી નોટ આવી જાય તો તમેં પરેશાન થયા વગર નોટને સરળતાથી બદલી શકો છો. ફાટેલી નોટ એ બેન્કમાં લઇ જાવ જે બેંક એટીએમ સાથે લીંક છે.
જો તમે એસબીઆઇ એટીએમમાંથી પૈસા ઉપડ્યા છે અને તેમાંથી ફાટેલી નોટ નીકળે છે તો નોટને અને એટીએમમાંથી જે સ્લીપ કાઢવામાં આવેલી છે. તેમને એટીએમની બ્રાંચ ઓફિસમાં લઇ જાવ. જેને લઈને તમારે એપ્લીકેશન લખવી પડશે. જેમાં પૈસા કાઢ્યાની તારીખ, જે સમયે ઉપડ્યા હોય ઓ સમય અને તેમનું નામ લખવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.