ડ્રાઇવિંગ લાઇસન્સ એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તે વિના તમે રસ્તા પર વાહન ચલાવી શકતા નથી. જેમાં આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં સવાલ ઉભો થાય છે કે જો લાઇસન્સ ખોવાઈ જાય તો તે કેવી રીતે પાછું મેળવી શકાય છે. જો તમારા મનમાં પણ આ સવાલ છે, તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું.
જો તમારું ઓરીજીનલ ડ્રાઇવિંગ લાઇસન્સ ખોવાઈ ગયું હોય અથવા નુકસાન થયું હોય તો તમે ડુપ્લિકેટ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. તમે ઓનલાઈન અને ઓફલાઈન ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો છો.
સૌ પ્રથમ રાજ્ય પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ. વિનંતી કરેલી વિગતો અહીં દાખલ કરો અને એલએલડી ફોર્મ ભરો, ફોર્મ ભર્યા પછી, તેમાંથી એક પ્રિંટ આઉટ લો, હવે તમારા બધા જ જરૂરી દસ્તાવેજો જોડો. આ કર્યા પછી, હવે તમારે આ ફોર્મ અને તમારા દસ્તાવેજો આરટીઓને સબમિટ કરવા પડશે .આ માટે ઓનલાઈન પણ સબમિટ કરી શકાય છે ડ્રાઇવિંગ લાઇસન્સની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયાના 30 દિવસ પછી, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ પોસ્ટ દ્વારા તમારા સરનામાં પર આવશે.
ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ઓફલાઈન બનાવ્યા પછી, તમારે આરટીઓમાં જવું પડશે જ્યાંથી તમને ઓરીજીનલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અહીં તમારે એલએલડી ફોર્મ લઇને સબમિટ કરવાની રહેશે. આ ફોર્મ સાથે તમારે નિર્ધારિત ફી ભરવાની રહેશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પછી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ પોસ્ટ દ્વારા તમારા સરનામાં પર 30 દિવસમાં મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.