સુરતમાં ફરી જીવના જોખમે મુસાફરી કરતા વિડિયો આવ્યો સામે- તંત્ર ઊંઘતું ઝડપાયું

સુરત(Surat): શહેરમાં અવારનવાર જીવના જોખમે બસમાં મુસાફરી કરતા હોય તે પ્રકારના વિડીયો સતત સામે આવી રહ્યા છે. ત્યારે આ વિડીયોને જોતા તો એમ જ લાગે કે, જો કમનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? સુરત શહેરના ઉધનાથી ડીંડોલી(Udhna to Dindoli) ઓવર બ્રિજ(Over Bridge) પર જઈ રહેલી એક બસનો વિડીયો(Video) સામે આવતા હવે તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વિડીયોમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, બસમાં અત્યંત જોખમી રીતે મુસાફરો BRTS કે સીટી બસમાં મુસાફરી કરી રહ્યા છે. આ એક વિડીયો નહિ પણ આ પહેલા અનેક આવા વિડીયો સામે આવી ચુક્યા છે, તેમ છતા તંત્રની ઊંઘ ઉડતી નથી, જાણે કે તંત્ર આંખ આડા કાન કરીને બેસી ગયું હોય.

મળતી માહિતી અનુસાર, આ વિડીયો ઉધનાથી ડીંડોલી ઓવર બ્રિજ પરથી જઈ રહેલી 104 નંબરની બસનો છે જેમાં મુસાફરો દરવાજા પાસે લટકીને જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. ફક્ત આટલું જ નહિ પરંતુ અવારનવાર BRTS કે સીટી બસ માં જોખમી મુસાફરી કરતા વિડિયો સામે આવતા તંત્રે પણ સતર્કતા દાખવવી જોઈએ.

સતત આ પ્રકારના જોખમી મુસાફરીના વિડીયો સામે આવી રહ્યા છે, તમે છતાં પણ પ્રશાસન દ્વારા શા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. શું તંત્ર કોઈ મોટા અકસ્માત કે દુર્ઘટનાની રાહ જોઇને બેઠું છે? જો કમનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કે પછી આમ જ પ્રશાસને આંખ આડા કાન કરીને બેસી રહેવાનું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *