ખાખી પહેરી નોકરી કરવાનું સપનું છે? તો અત્યારે જ ભરી દો પોલીસ ભરતીનું ફોર્મ

Gujarat Police Bharti 2024: ગુજરાતમાં પોલીસની નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે કામના સમાચાર સામે આવ્યા છે.પોલીસમાં 12,000થી વધુ જગ્યા પર 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે. રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી(Gujarat Police Bharti 2024) બોર્ડની રચના કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કૉંસ્ટેબલ, હથિયારધારી પોલીસ કૉંસ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરવામાં આવશે.

પોલીસ વિભાગમાં 12000થી વધુ જગ્યાઓ માટે જાહેરનામું
ગુજરાત પોલીસ દ્વારા બમ્પર ભરતી કરવામાં આવી રહી છે, પોલીસ વિભાગમાં 12000થી વધુ જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સબ ઈન્સ્પેક્ટર, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહીની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ હજુ શરૂ થઈ નથી પરંતુ માર્ચના છેલ્લા અઠવાડિયામાં, એક ઓનલાઈન પોર્ટલ શરૂ થશે જ્યાં તમે આ સૂચના ડાઉનલોડ કરી શકશો અને ઓનલાઈન અરજી પણ કરી શકશો. આ ભરતી માટે સ્ત્રી અને પુરૂષ બંને અરજી કરી શકે છે.

ઓનલાઈન અરજી કરવાની રહેશે
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી કરાશે
બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

 

ખાલી જગ્યાની વિગત

શિક્ષણ પાત્રતા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર, PSI ની પોસ્ટ માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત, આ પદ માટે લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે એટલી આ વયજૂથના અરજદારો જ અરજી કરી શકશે. કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ અથવા તેની સમકક્ષ હોવી જોઈએ. જેની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.