ચાલતી મેટ્રો ટ્રેનના બંધ દરવાજામાં ફસાઈ ગયો મહિલાનો ડ્રેસ, અને પછી તો… – વિડીયો જોઈ જીવ અધ્ધર થઈ જશે  

સોશિયલ મીડિયા (Social media)માં અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ(Viral video) થતા જ રહે છે. ત્યારે હાલ વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ…

સોશિયલ મીડિયા (Social media)માં અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ(Viral video) થતા જ રહે છે. ત્યારે હાલ વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઇને તમારો જીવ પણ અધ્ધર થઇ જશે. ઘણી વાર લોકો ઉતાવળેને ઉતાવળે પોતાના જીવનને જોખમમાં મૂકી દેતા હોય છે. આવી સ્થિતિમાં મુંબઈ(Mumbai) મેટ્રો વન ટ્રેનના બંધ દરવાજામાં એક મહિલાનો ડ્રેસ ફસાઈ ગયો હતો, તે જ સમયે ટ્રેન ચાલવા લાગતાં તે ચાલતી ટ્રેનની સાથે પ્લેટફોર્મના છેડા સુધી ખેંચાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, આ ઘટના 21 ઓક્ટોબરની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચકલા સ્ટેશન પર સાંજે 4.10 વાગ્યે એક મહિલા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તેનો ડ્રેસ મેટ્રો કોચના દરવાજા વચ્ચે ફસાઈ ગયો હતો. જ્યારે નજીકમાં ઉભેલા એક મુસાફરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલા ટ્રેન સાથે ખેંચાઈ જવા લાગી.

જોકે, તેણીને બચાવી શકાય તે પહેલાં, ટ્રેને ઝડપ પકડી અને મહિલાને પ્લેટફોર્મની રેલિંગના છેડે ખેંચી લીધી. બાદમાં તેને સ્ટ્રેચર મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *