આખી દુનિયામાં કોરોનાવાયરસ આ સમયે પોતાનો કહેર વરસાવી રહ્યો છે અને ઘણા પ્રયત્નો છતાં વૈજ્ઞાનિકો, વિશેષજ્ઞનો અને ડોક્ટરો તેનો ઈલાજ નથી શોધી શક્યા.દરેક દિવસે આ વાયરસને ખતમ કરવા માટે નવા-નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. હવે આ ક્રમમાં મેડાગાસ્કર ના રાષ્ટ્રપતિ એ હર્બલ ટી લોન્ચ કરી દાવો કર્યો છે કે તેનાથી કોરોનાવાયરસ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.
મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોઅલીનએ આધિકારીક રીતે કોરોનાવાયરસના ઈલાજ માટે હર્બલ ટી લોન્ચ કરી છે. રાષ્ટ્રપતિએ પોતાના મંત્રીઓ,નેતાઓ અને પત્રકારો વચ્ચે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ રિસર્ચના એક કાર્યક્રમમાં કહ્યું કે આ નો ટેસ્ટ કરી લેવામાં આવ્યો છે અને તેનાથી બે લોકોનો સફળ ઇલાજ કરવામાં આવી ચૂક્યો છે.
તેમણે કહ્યું કે તમને દેખાડવા માટે હું આના ઉત્પાદકને સૌની સામે પી બતાવીશ, જેનાથી સાબિત થશે કે આ ઈલાજ કરે છે, મારતો નથી.
આ હર્બલ ટીને રાષ્ટ્રપતિએ કોવીડ ઓર્ગેનિક નું નામ આપ્યું છે. અને તેને આર્ટીફીસીયલ નામના પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે. આ પ્લાન્ટ મેલેરિયાના ઇલાજમાં ખૂબ સફળ સાબિત થઇ ચૂક્યો છે.
આ હર્બલ ટીને બનાવવા માટે સ્થાનીય જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કહેવાયું છે કે આ કોવીડ ઓર્ગેનિક્સના રૂપમાં થશે જે કોરોનાવાયરસ ની રોકાણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news