પાણી પીવામાં આ ભૂલ કરશો તો થઈ શકે છે ભયંકર નુકસાન, ગળામાં દુખાવો ઉપરાંત ફેફસાને લઈને થઈ શકે છે સમસ્યા

આપણે સૌ નહીં જાણતા હોઈ કે ફ્રીઝમાં ઠંડું પાણી પીવાથી સ્વાસ્થ્યને ભયંકર નુકસાન થઈ શકે છે. ગરમી,ઉકળાટ, બફારો હોય ત્યારે બધા ને ફ્રીઝમાં રાખેલું ઠંડું…

આપણે સૌ નહીં જાણતા હોઈ કે ફ્રીઝમાં ઠંડું પાણી પીવાથી સ્વાસ્થ્યને ભયંકર નુકસાન થઈ શકે છે. ગરમી,ઉકળાટ, બફારો હોય ત્યારે બધા ને ફ્રીઝમાં રાખેલું ઠંડું પાણી પીવું ખૂબ જ ગમે છે. આ પાણી ભલે શરીરને ઠંડક પહોંચાડે પરંતુ હકીકતમાં તેનું સેવન કરવાથી ઘણા નુકસાન થઈ શકે છે.વધુ પડતું ઠંડું પાણી પીવાથી પાચનતંત્ર નબળું થવા લાગે છે. સાથે સાથે અનેક બિમારીઓનું કારણ બને છે.

ગરમીમાં ઠંડુ પાણી પીવું આમતો બધાને ગમે છે પરંતુ સખત તાપ અને ગરમી ના કારણે ફ્રિજનું ઠંડું પાણી પીઈને તરસ છીપાય જાય છે. આ કારણે શરીરમાં પાણીની કમી થાય છે સાથે હિહાઇડ્રેશન નો સામનો કરવો પડે છે. તેથી નોર્મલ પાણી કે પછી માટલાનું પાણી પીશો તો હિહાઇડ્રેશન થી બચી શકો છો.

દરરોજ ઠંડું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા રહે છે. તેના સેવનથી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થવા લાગે છે. આવા સંજોગોમાં તેના કારણે ઘણી બધી બીમારીઓ થવા લાગે છે. આયુર્વેદમાં પણ કોઈ બીમારી શરૂ થવાનું કારણ કબજિયાત માનવામાં આવે છે. જરૂર કરતાં વધુ ઠંડું પાણી પીવાથી શરીરની અંદરની કોશિકાઓ સંકોચાવા લાગે છે. આવા સંજોગોમાં તે યોગ્ય રીતે કામ કરી શકતા નથી. સાથે સાથે મેટાબોલિઝમ અને હાર્ડ રેટને પણ ઘટાડી દે છે. આવા સંજોગોમાં હાર્ટ એટેક થવાનો ખતરો વધે છે.

ફ્રિજમાં વધુ ઠંડું પાણી પીવાથી ગળું ખરાબ થાય છે. તેનાથી ટોનીસલ્સ, ફેફસા અને પાચન તંત્ર સાથે જોડાયેલા રોગો થવાના ચાન્સ વધી જાય છે. ઠંડું પાણી પીવાથી બોડીનું ફેટ બર્નિંગ પાવર સ્લો થઈ જાય છે અને મોટાબોલીઝમ ધીમું થઈ થાય છે જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *