ઉતરાયણના તહેવાર પહેલા જ દોરી બની જીવલેણ -રાજકોટની ફક્ત 8 વર્ષીય દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા 

ઉત્તરાયણનાં તહેવાર પર દોરીને કારણે લોકોના મોત થતાં હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક આવી  જ ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી રહી છે. ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે.

રાજકોટમાં નાનામવા રોડ પર એક્ટીવા ચાલકના ગળામાં દોરી ફસાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. દુઃખજનક સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે એક્ટીવા પર જઈ રહેલ 39 વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે તેમજ 8 વર્ષની દીકરીને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

મિસ્ત્રીકામ કરી ઘરે પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત :
મળતી જાણકારી પ્રમાણે શહેરના અંકુરનગર મેઈન રોડ પર આવેલ ગોપાલ પાર્કમાં રહેતા તેમજ મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યાની આજુબાજુ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરૂ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર બાજુ જઈ રહ્યાં હતા. આ દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળતાં અંદર ઉતરી ગઈ હતી.

8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી :
ગાડીની સ્પીડ હોવાને કારણે દોરીએ ગળાની નસ કાપી નાખી હતી. જેને કારણે બંને એક્ટિવા સાથે ફંગોળાઈ ગયા હતાં. જો કે, કારીગરને નજીવી ઇજા પહોંચતા વિપુલને ગિરિરાજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનુ ટૂંકી સારવાર વખતે મોત થયું હતું. ઘટનાને કારણે પોલીસે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. વિપુલના મોતથી 8 વર્ષીય દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *