સુરતમાં પુરપાટ ઝડપે આવી રહેલાં ડમ્પરે મોપેડને અડફેટે લેતાં ચાલકનું ધડથી માથું અલગ- પરિવારજનોનું હૈયાંફાટ રુદન

Surat Accident: સુરત શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં વરાછા વિસ્તારમાં ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતાં આધેડનું કરૂણ મોત નીપજ્યું છે. ડમ્પરે મોપેડ ચાલકને દૂર સુધી ઢસડ્યો હતો. જે બાદ આસપાસના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.જો કે આ મામલે પોલીસને(Surat Accident) જાણ થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના સ્થળે મોત
સુરત શહેરમાં દિવસે દિવસે ડમ્પર ચાલક હોય કે પછી બસ ચાલક બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. બેફામ બનીને ગમે તે વ્યક્તિને અડફેટે લેતા હોય છે. અને જેતે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજતું હોય છે. આવી જ એક ઘટના વરાછામાંથી સામે આવી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે,વરાછા વિસ્તારમાં ખાંડ બજાર ગરનાળા નજીક ત્રણ રસ્તા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં ડમ્પર અને મોપેડ વચ્ચે જોરદાર અકસ્માત થતા મોપેડ ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.ત્યારે આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા તેમજ આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી હતી.

પરિવાર શોકમાં ગરકાવ
આ ઘટના બન્યા બાદ આધેડનું ત્યાંજ ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.જે બાદ પોલીસે તેની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી.પરંતુ આધેડના મોતના કારણે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.તેમજ આ અકસ્માતના પગલે રસ્તા પર લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા.

પોલીસે આરોપી સામે ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા
અકસ્માત થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ત્યાર બાદ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આરોપી ડ્રાઈવર સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી લીધી છે.