વાહન ચાલકો થઈ જાઓ તૈયાર! ટૂંક જ સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સમાં થવા જઈ રહ્યો છે આ મહત્વપૂર્ણ ફેરફાર

Published on: 12:32 pm, Wed, 13 October 21

દિલ્હી પરિવહન વિભાગ (Delhi Transport Department) દ્વારા લોકો માટે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર (Government) ટૂંક જ સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving license) તથા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (Registration certificate) માટે QR કોડ આધારિત સ્માર્ટ કાર્ડ જારી કરવામાં આવશે. આ નવા ડ્રાઇવિંગ લાઇસન્સમાં ક્વિક રિસ્પોન્સ કોડ તથા નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) જેવી સુવિધાઓ સાથે અદ્યતન માઇક્રોચિપ હશે.

તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બદલાશે!
તમને જણાવી દઈએ કે, આ નવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના આગળના ભાગમાં માલિકનું નામ છાપવામાં આવશે. જયારે માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ કાર્ડની પાછળ એમ્બેડ કરવામાં આવશે. અહીં નોંધનીય છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને નોંધણી પ્રમાણપત્રમાં ફેરફાર માટે ઓક્ટોબર વર્ષ 2018 માં જાહેરનામું બહાર પાડ્યું હતું.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડિજીલોકર્સ પર ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો બનાવાયા હતા. આની સાથે જ ભૌતિક દસ્તાવેજોને બદલે પરિવહન કાનૂની અને મૂળ દસ્તાવેજો સાથે સમાન ગણાવાયા હતા. નવા સ્માર્ટ કાર્ડ આધારિત DL અને RC માં ચિપ આધારિત / QR કોડ આધારિત ઓળખ સિસ્ટમ હશે.

આ નવા લાઇસન્સમાં શું ખાસ છે?
લાઇસન્સ કાર્ડ્સમાં પહેલા ચિપ હતી પણ ચિપમાં કોડેડ માહિતી વાંચવી ખુબ મુશ્કેલ હતી. આની સાથે દિલ્હી ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ બંને પાસે ચિપ રીડર મશીનોનો જરૂરી જથ્થો ન હતો. આવી સ્થિતિમાં ચિપ્સ વાંચવી ખુબ મુશ્કેલ હતી. હવે QR આધારિત સ્માર્ટ કાર્ડ સાથે આવી કોઈ સમસ્યા નહીં હોય.

QR થી થશે ઘણા ફાયદા:
QR આધારિત નવું સ્માર્ટ કાર્ડ વેબ આધારિત ડેટાબેઝ- સારથી અને વાહન સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી સંબંધિત તમામ માહિતીને જોડવામાં મદદ કરશે. આની ઉપરાંત, સમગ્ર દેશમાં QR અમલમાં છે. તમને જણાવી દઈએ કે, QR કોડ રીડર મેળવવાની સરળતાને કારણે, કાર્ડમાં સંગ્રહિત માહિતી સરળતાથી વાંચી શકાય છે.

આપને જણાવી દઈએ કે, આ નવા કાર્ડ પોલિવિનાઇલ ક્લોરાઇડ અથવા તો પીવીસી અથવા તો પોલીકાર્બોનેટના બનેલા હશે કે, જેના કારણે તે બગડશે નહીં. કાર્ડનું કદ 85.6 mm x 54.02 mm તેમજ જાડાઈ ન્યૂનતમ 0.7 mm રાખવામાં આવશે.

જાણો કેવી રીતે કામ કરશે?
સ્માર્ટ કાર્ડ પર QR કોડ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખુબ સારો છે. ડ્રાઈવર/માલિકનું સ્માર્ટ કાર્ડ જપ્ત કરવામાં આવે ત્યારે DL ધારકના દંડ સાથે સંબંધિત દંડ અને અન્ય માહિતી 10 વર્ષના વિભાગના વાહન ડેટાબેઝ પર આપમેળે એકત્ર થઈ જશે. આટલું જ નહીં પણ નવા DLs સરકારને વિકલાંગ ડ્રાઈવરોનો રેકોર્ડ, વાહનોમાં કરવામાં આવેલ કોઈપણ ફેરફાર, ઉત્સર્જન ધોરણો તેમજ અંગ દાન માટે વ્યક્તિની ઘોષણા કરવામાં મદદરૂપ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. લાઈ