દરેક દેશમાં ડ્રાઈવિંગ(Driving)ને લગતા કેટલાક નિયમો હોય છે. ભારતમાં પણ ટ્રાફિક માટે ઘણા કડક નિયમો(Driving Rules) છે. ભારતમાં વાહન ચલાવવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વાહન ચલાવવું ગેરકાયદેસર છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે, આજકાલ 18 વર્ષથી નાના બાળકો પણ રસ્તાઓ પર વાહનો ચલાવે છે. માતા-પિતા પણ બાળકોને પરવાનગી આપે છે, પરંતુ તેમ કરીને તેઓ બાળકોનો જીવ જોખમમાં મૂકે છે. જો તમે તમારા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ વાહન ચલાવવા આપો છો, તો તમને ભારે દંડ અને ગંભીર જેલની સજા થઈ શકે છે.
બાળકોને બાઇક ન આપો:
જો તમારા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો બાઇક અથવા કારની ચાવી માંગે છે, તો તેમને આપશો નહીં. જો કોઈ બાળક અકસ્માતમાં ઘાયલ થશે તો તમે વાહન વીમા માટે ક્લેમ કરી શકશો નહીં કારણ કે, કોઈપણ વીમા પૉલિસીની સેવાઓ બાળકોને વાહન ચલાવવા માટે લાગુ પડતી નથી. તેથી, તમે તમારા વાહનના વીમાનો કોઈ લાભ મેળવી શકશો નહીં.
25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે:
બાળકોના વાહન ચલાવવા અંગે ઘણા કડક નિયમો છે. જો કોઈ બાળક વાહન ચલાવતા પકડાય તો તેના માતા-પિતા સામે સીધી કાર્યવાહી થઈ શકે છે. બાળકના માતા-પિતાને 25,000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. તેથી માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે તેમનું બાળક વાહન ચલાવે નહીં.
આ પણ કડક નિયમો છે:
તમને જણાવી દઈએ કે દારૂના નશામાં વાહન ચલાવવા પર દસ હજાર રૂપિયાનો ભારે દંડનો નિયમ છે. તે જ સમયે, ઓવરલોડિંગ માટે 20 હજાર દંડ ભરવો પડી શકે છે. જો તમે સીટ બેલ્ટ નહીં બાંધો તો તમને એક હજાર રૂપિયાનો દંડ થશે. હેલ્મેટ ન પહેરવા પર એક હજારનો દંડ પણ લાગશે અને લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.