બોલીવુડ (Bollywood) નાં દિગ્ગજ (Famous) અભિનેતા (Actor) શાહરુખ ખાન (Shah Rukh khan) ના દીકરા આર્યન ખાન (Aryan Khan) માટે આજનો દિવસે એટલે કે, 4 ઓક્ટોબર ખુબ મહત્ત્વનો છે. NCB (Bureau of Narcotics Control) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. આર્યનની કસ્ટડી પણ પૂરી થઈ રહી છે.
શાહરુખ ખાનનો દીકરો 20 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લઈ રહ્યો છે:
NCBની પૂછપરછમાં આર્યન ખાન જણાવે છે કે, તે 20 વર્ષની ઉંમરથી એટલે કે છેલ્લાં 4 વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે. આર્યનની સાથોસાથ જ ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની પણ કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. કોર્ટમાં જતાં પહેલાં NCB ત્રણેયને સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવે એવી શક્યતા રહેલી છે.
આની સાથોસાથ જ આપને જણાવી દઈએ કે, ગઈકાલે આર્યન ખાનને NCBની ઓફિસમાં જ રાત પસાર કરવી પડી હતી. મળી રહેલ જાણકારી પ્રમાણે આર્યન અને અરબાઝની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. હવા આગળ શું થાય છે આ કેસમાં એ તો જોવું જ રહ્યું!
આજે અન્ય 5 આરોપીને કોર્ટમાં રજૂ કરશે:
3 ઓક્ટોબર એટલે કે,, રવિવારની મોડી સાંજે આ કેસમાં NCB દ્વારા અન્ય 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કે, જેમાં નૂપુર સારિક, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરા સામેલ છે. આ તમામને NCB દ્વારા આજે કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડી માંગી શકે છે.
NCBએ ડ્રગ્સ નેક્સેસ સાથે જોડાયેલા હોવાની વાત જણાવી:
સરકારી વકીલ અદ્વૈત સેતના કોર્ટમાં જણાવે છે કે, આરોપીઓ પાસેથી વ્હોટ્સ એપ ચેટ મળી હતી તેમજ જેની તપાસ ચાલુ છે. આની ઉપરાંત આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ પણ મળી આવ્યું છે ત્યારે સેતનાએ જણાવ્યું હતું કે, આરોપીની વ્હોટ્સએપ ચેટથી ખ્યાલ આવી રહ્યો છે કે, ડ્રગ કન્ઝપ્શન અને ડ્રગ નેક્સેસ જોડાયેલા છે. ત્યારપછી અદ્વૈતે સ્ટેટ વર્સિસ અનિલ શર્મા કેસનો ઉલ્લેખ કરી આર્યનની કસ્ટડી માંગી હતી.
આર્યનના વકીલે કહ્યું, તેની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી:
આર્યનના વકીલ સતીશ માનશિંદે જણાવે છે કે, એમના ક્લાયન્ટનો કેસ જામીનપાત્ર છે. જે રવિવાર હોવાને લીધે જામીન અરજી દાખલ કરી શકે એમ નથી. આયોજકો દ્વારા આર્યનને બોલાવવામાં આવ્યો હતો. ક્રૂઝની ટિકિટ પણ તેની પાસે ન હતો તેમજ તેની પાસેથી કંઈ જ મળી આવ્યું નથી.
આર્યન પર આ કલમ હેઠળ કેસ કરાયો:
આર્યન ખાન પર NDPC 8 C, 20 B, 27 અને 35 કલમ એમ થઈને કુલ 4 લગાવવામાં આવી છે કે, જેમાં ડ્રગ્સ લેવું, જાણી જોઈને ડ્રગ્સ લેવું તેમજ ખરીદી કરવી એવી બાબતો સામેલ છે. આર્યને ડ્રગ્સ ખરીદ્યુ હોવાના વાતનો ઇનકાર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.