વાલીઓ ચેતજો! બરબાદ થઇ રહ્યું છે ગુજરાતનું યુવાધન- દરિયા કિનારેથી એકસાથે પકડાયું આટલા કરોડોનું ડ્રગ્સ

ગુજરાત(Gujarat): રાજ્યનો 1600 કિલોમીટર લાંબો દરિયો જાણે ડ્રગ્સના વેપાર(Drug trade) માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોય અને ડ્રગ્સ ડીલર્સ(Drug dealers)ને માફક આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હવે ગુજરાતના દરિયામાં ડ્રગ્સ પકડાવું સામાન્ય બાબત બની ગઈ છે. માત્ર એક-બે કરોડ નહિ, પરંતુ પકડાય ત્યારે સીધું બસ્સો-ત્રણસો કરોડનું જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ત્યારે કચ્છના દરિયાઈ સીમામાં ફરી એકવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ(Indian Coast Guard) અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશનમાં 350 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.

જો વાત કરવામાં આવે તો કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું 50 કિલો જેટલું ડ્રગ્સ પકડી પાડવમાં આવ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં બોટમાંથી 50 કિલો ડ્રગ્સ સાથે 6 ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, વધુ તપાસ માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી રહી છે. ત્યાર બાદ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યુ હતું અને કોણે મંગાવ્યું હતું તે દિશામા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં હવે સ્થિતિ એવી બની ગઈ છે કે, દારૂ અને ડ્રગ્સ માંગો એટલું મળી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ જ દારૂ વેચાય અને પીવાય રહ્યો છે. ત્યારે ગુજરાતનું તંત્ર જેમ દારૂને ડામવા નિષ્ફળ નીવડ્યું છે. તેમ ડ્રગ્સ બંધીને દૂર કરવામાં પણ પ્રસાશન નિષ્ફળ નીવડ્યું છે. ગુજરાતમાં દર ચોથા દિવસે ડ્રગ્સ પકડાય રહ્યું છે. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સના વેપાર માટે ખુલ્લો છોડી દેવામાં આવ્યો હોય તેમ અહીં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.

હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઈને જાણો શું કહ્યું હતું?
જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા અંગે ગુજરાત પોલીસની પીઠ થાબડી હતી અને જણાવતા કહ્યું હતું કે, ‘ગુજરાત જ નહીં અનેક રાજ્યોના ડ્રગ્સ નેટવર્ક તોડવામાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, કોઈ ગમે તેવું રાજકારણ કરે, પોલીસ તેનું કામ કરશે અને ડ્રગ્સના આંકડા વધે તો ભલે વધે, અમે આ જ રીતે ઓપરેશન ચલાવીને ડ્રગ્સને પકડીશું. પોલીસના સાહસને સલામ કરવાની જગ્યાએ જે લોકો રાજકારણ કરે છે તેમને આ ગુજરાતની જનતા જોઈ રહી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *