તમિલનાડુના નાગાપટ્ટીનમ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જીલ્લા હોસ્પિટલમાં એક વ્યક્તિના પેટમાંથી દારૂની બોટલ મળી આવવાને કારણે ડૉક્ટર પણ હેરાન થઈ ગયા. હકીકતમાં એક 29 વર્ષીય યુવકને ૨૮મી મે અને ગુરૂવારના રોજ પેટમાં ખૂબ દુખાવાની ફરિયાદ બાદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.
જ્યારે મેડિકલ તપાસ કરવામાં આવી તો ડોક્ટરોના હોશ ઉડી ગયા. સ્કેનિંગ રિપોર્ટમાં પેટમાંથી કાચની આખી બોટલ જોઈ ડોક્ટર હેરાન રહી ગયા. શુક્રવારે બે કલાકની લાંબી સર્જરી બાદ તે વ્યક્તિના પેટમાંથી કાચની બોટલ ને કાઢવામાં આવી. હવે આ વ્યક્તિને હોશ આવ્યો તો જણાવ્યું કે નશામાં ધૂત હાલતમાં તેમણે મળાશય દ્વારા આ બોટલને અંદર નાખી હતી.
તમિલનાડુનો આ મામલો એવા સમયમાં સામે આવ્યો છે જ્યારે ધીરે ધીરે લોકડાઉન ખોલવાની શરૂઆત થઈ છે. લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ નથી. ત્યારબાદ ના ચરણોમાં રાજ્ય સરકારોએ દારૂની દુકાન ખોલી અને કેન્દ્રની ગાઈડ લાઈન અને કોરોના પ્રોટોકોલના હિસાબે બોલવાની શરૂઆત કરી.
લોકડાઉનમાં દારૂની દુકાન ખૂલી તો ઘણી જગ્યાએ લોકો સામાજિક અંતર રાખવાનું ભૂલી ગયા. જેના બાદ પોલીસે હળવો બળ પ્રયોગ કરવો પડ્યો અથવા રાજ્ય સરકારોએ દારૂ વેચવા ની નવી વ્યવસ્થા કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news