મોડી સાંજે વીજળી પડતા બે લોકોનાં દર્દનાક મોત થતા ગામલોકોના જન્માષ્ટમીનાં રંગમા આવ્યો ભંગ

આઠમની મધરાતથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના વલસાડ જીલ્લાનાં ઉમરગામ તાલુકામાં ફક્ત 10 જ કલાકમાં કુલ 11 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારનાં દ્રશ્યો…

આઠમની મધરાતથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના વલસાડ જીલ્લાનાં ઉમરગામ તાલુકામાં ફક્ત 10 જ કલાકમાં કુલ 11 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા હતા ત્યારી હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. વિસનગર તાલુકાનાં ગણપતપુરા ગામમાં સોમવારે મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો.

આ દરમિયાન વિજળી પડતા કુલ 2 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. ગણપતપુરા ગામની સીમ માં એક મહિલા તથા એક યુવાન પર વીજળી પડતા ઘટનાસ્થળ પર જ દર્દનાક મોત થયું હતું. જો કે, બન્ને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણાની સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લામાં ગઈ કાલ બપોરથી હવામાનમાં એકાએક પલટો થતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે, આવા વરસાદી માહોલની વચ્ચે જિલ્લામાં આવેલ વિસનગર તાલુકાનાં ગણપતપુરા ગામમાં દુઃખદ ઘટના બની હતી કે, જે અંગે મળતી જાણકારી મુજબ ગામની સીમમાં એક મહિલા તેમજ યુવાન પર વીજળી પડતા બન્નેનાં મોત નીપજ્યા હતા.

સમગ્ર ઘટનામાં મહિલા તથા યુવાન સાંજના સમયે ખેતરમાં ઘાસ ચારો લેવા માટે ગયા હતા. આ દરમિયાન એકાએક વીજળી પડતા બન્નેનાં ઘટનાસ્થળ પર મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફળી વળ્યું છે. આ ઘટનામાં ઠાકોર સુખીબેન તલાજી તેમજ 17 વર્ષીય ઠાકોર નાગજી રમેશજીનું મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

જો કે, સ્થાનિકોને જાણ થતાં વિસનગર તાલુકા પોલીસને જાણ કરી દેતા પોલીસ ઘટનાસ્થળ પર આવી હતી. જો કે, ત્યારપછી બને મૃતકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે, આજે જન્માષ્ટમીનો તહેવાર તેમજ બીજી તરફ વીજળી પડતા ગામમાં 2 લોકોના મોત નિપજતા ગામ માં શોકનો માહોલ સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *