આજના આ કોરોનાકાળમાં સૂકા મેવાનું સેવન કરવું ખુબ જ અસરકારક છે. સુકામેવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદામંદ ગણાય છે. સુકામેવા થી આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે ઘણી એવી બીમારીઓના ખતરાને પણ ઓછો કરે છે. તેમજ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દરરોજ એક મુઠી ભરીને સુકામેવા ખાવાની સલાહ આપવામાં આવી છે.
ડ્રાયફ્રુ઼ટ સ્કિન, હાર્ટ અને બ્રેઇન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, ગરમીના વાતાવરણમાં ડ્રાયફ્રુડ ઓછી માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. સૂકા મેવાની તાસીર ગરમ હોય છે, એટલે નિષ્ણાતો સલાહ આપે છે કે ગરમીમાં તેમને પાણીમાં પલાળીને ખાવા જોઈએ, જેથી શરીરને ઓછી ગરમી મળે.
લોકો મોટાભાગે ગરમીમાં બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રુટને પલાળીને ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અનેક એવા ડ્રાયફ્રુટ્સ પણ છે જેને પલાળીને ખાવામાં આવતા નથી. દિલ્હીમાં ન્યૂટ્રીશનિસ્ટ ડો. શૈલી તોમરના જણાવ્યા પ્રમાણે ખજૂર, દ્રાક્ષને પલાળીને ખાવા જોઈએ નહીં કેમ કે તેમને પલાળવાથી તેમાં રહેલાં ગુણ પાણીમાં મિક્સ થઈ જાય છે અને ડ્રાયફ્રુટમાં કોઈ ગુણ રહેતો નથી.
મિત્રો તમે પણ જાણતા હશો કે વેદો અને પુરાણોમાં પણ સુકામેવાની વિશેષ ચર્ચા કરવામાં આવી છે અને તેનાથી થતા ફાયદાઓ વિષે પણ ખુબજ સારી વાત કરવામાં આવી છે. આમ જોવા જાવ તો ડ્રાયફ્રુટ્સ ના ફાયદાઓ ઘણા બધા છે. આજે અમે તમને બીજા ઘણા બધા ડ્રાયફ્રુટ્સના ફાયદાઓ અને નુકસાન બાબતે ઘણી બધી રસપ્રદ માહિતી આપીશું.
શરીરની તંદુરસ્તીથી લઈને મગજની તંદુરસ્તી માટે ડ્રાયફૂટના ફાયદા અનેરા છે. તેમાં પણ ખાસ કરીને કાજૂ અને બદામની સાથે અખરોટના તો અનેક ફાયદા છે. જો તમે ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવ છો. તો તમને ઘણા બધા હઠીલા રોગોમાંથી મુક્તિ મળી શકે છે. દરોજ 2 નંગ અખરોટ પાણીમાં પલાળીને ખાવાથી હાર્ટ એટેક આવતો નથી. તેમજ બીજા અન્ય સુકામેવાના પણ ઘણા બધા ફાયદાઓ છે.
સુકામેવા ખાવાનો ઉત્તમ સમય સવારે વેહલા અને બપોર પછી કે મધ્યાહન સમયે તમે ખાઈ શકો છો. જેનાથી તમને ઉત્તમ ફાયદાઓ થશે અને તમારા જીવનને નીરોગી બનાવવામાં મદદ પણ કરશે. તમને જણાવી દઈએ કે તમામ સુકામેવા ગરમ તાસીરના હોવાના કારણે ગરમીના સમયે ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. ગરમીના સમયે ફળ છાસ ફ્રૂટનું સેવન કરવાથી શરીરને ઠંડક મળતી રહે છે.
આ ઉપરાંત નબળું પાચનતંત્ર, નબળા આતરડા, પેટ ફૂલવું, એસીડીટી જેવા રોગીઓએ સપૂર્ણ સ્વસ્થ ના થઇ જાય ત્યાં સુધી અખરોટનું સેવન કરવું ટાળવું જોઈએ, સૂકોમેવો વધારે ખાવાથી અપચો, પેટમાં ભારેપણું, ગરમીની સમસ્યા, ઝાડા, વજન વધવું, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે તેમાં 80 ટકા ચરબી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.