પતિની આ એક ભુલના કારણે લગ્નના 10 વર્ષ બાદ પત્નીએ લીધો જોરદાર બદલો- જાણી તમે પણ ચોંકી જશો

પ્રશ્ન : હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું. બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ, ત્યારે હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા. તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.

ઉત્તર : ન તો તમે અણસમજું છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે. તમે ભણેલાંગણેલાં અને પરિપકવ છો. તમને આવી ચારિત્ર્યહીનતા શોભતી નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો. જો તમે તમારી જાતીય ઇચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે આગળ ભણી શકો છો.

પ્રશ્ન : હું સરકારી સંસ્થામાં કામ કરતી પરિણીત છું. મારો પતિ ખુબ જ દારૂ પીવે છે. 10 વર્ષ સુધી એનો ત્રાસ સહન કરતી રહી. હવે સહનશક્તિ રહી નથી, આથી મારી દીકરીને લઈને પિયર આવી ગઈ છું. હવે મને દહેજમાં આપેલી વસ્તુઓ અને મેં જાતે ખરીદેલી વસ્તુઓ હું સાસરેથી લઈ આવવા માગું છં સાથે સાથે મારી દીકરીના ભરણપોષણનો ખર્ચ પણ ત્યાંથી મેળવવા માગું છું. પતિને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું, તો સુખી થઈશ?

ઉત્તર : પતિને છૂટાછેડા આપ્યા પછી તમને સાસરેથી તમારો સામાન અને દીકરી માટે ભરણપોષણ તો મળી જશે, પરંતુ છૂટાછેડા પછી પુર્નલગ્ન કરવાથી તમે સુખી થઈ શકશો કે નહીં, એ કેવી રીતે કહી શકાય? જો પરસ્પરની સંમતિથી છૂટાછેડા મળી જાય, તો તમારે તમારા માટે એક એવી વ્યક્તિ શોધવી પડશે, જે એક યોગ્ય પતિ સાબિત થાય, તે ઉપરાંત તમારી દીકરીને પણ સ્વીકારે. તેમ છતાં તમારે સુખી દામ્પત્ય માણવા માટે કેટલીક બાંધછોડ તો કરવી જ પડશે.

પ્રશ્ન : મારી ઉંમર 26 વર્ષની છે. મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે. મને ત્રણ બાળકો પણ છે. પરંતુ હમણાં હમણાં મને અમારા લગ્નજીવનમાં ક્યાંક કશુંક ખૂટતું હોવાનો અનુભવ થયા કરે છે. મારા પતિને લાગે છે કે આ તબક્કો જલદીથી પસાર થઈ જશે. પરંતુ મારું મન માનતું નથી. કેટલીક વાર મને છૂટાછેડા લેવાનો પણ વિચાર આવી જાય છે. અમારી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં રહે છે. હવે તો મને સેક્સમાં પણ રસ રહ્યો નથી. મારે શું કરવું તે સમજાતું નથી.

ઉત્તર : મારી સલાહ અનુસારતમારે કોઈ મેરેજ કાઉન્સિલરની સલાહલેવી જોઈએ અથવાતો સાથે બેસી મુક્ત મને ચર્ચા કરી મનમેળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારા આ નિર્ણય પર તમારો તેમજ તમારા બાળકોના ભવિષ્યનો આધાર છે. તમારા લગ્નને હજુ પાંચ વર્ષ જથયા છે એમાં તમે ત્રણ સંતાનોની માતા બની ગયા છો અને સંતાનોની ઉંમર પણ નાની હશે. આમ ઉપરાછાપરી સુવાવડ આવવાને કારણે માનસિક તાણ ઉત્પન્ન થવાને લીધે આમ થવું શક્ય છે. આ ઉપરાંત એટલે હાથે ત્રણ-ત્રણ બાળકોને ઉછેરવા એ પણ સહેલી વાત નથી જે નિર્ણયલોતે ચારે બાજુથી વિચારીને એક-બે વડીલ વ્યક્તિઓની સલાહ પછી જલેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *