નકલી માર્કશીટ મેળવવી હવે મેગી બનાવવા જેટલું સરળ- જાણો ક્યાંથી ઝડપાયું ડુપ્લિકેટ માર્કશીટનું મસમોટું કૌભાંડ

Bechraji Duplicate Certificate Scam News: મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ પરમાર અને…

Bechraji Duplicate Certificate Scam News: મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં શંખલપુર ગામે રહેતો 23 વર્ષીય કુલદીપ પરમાર અને એક અન્ય યુવક બેચરાજીમાં(Bechraji Duplicate Certificate Scam News) દુકાન ભાડે રાખી પોતાના કોમ્પ્યુટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાની માર્કશીટો સ્ટોરી કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપીપડયા છે.

આ યુવકોએ 2 મહિનામાં 50 વિદ્યાર્થીને નકલી માર્કશીટ બનાવી આપી હતી. હાલ કેટલાક વિદ્યાર્થીઓ આ માર્કશીટ પર અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

આજે ગુજરાતમાં ફરી એકવાર ડુપ્લીકેટ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીથી આ કૌભાંડ સામે આવ્યું હતું. મળતી માહિતી અનુસાર વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના ઇસમો આ કૌભાંડમાં આ બનેના નામ સામે આવ્યા છે.જેમાં તેઓએ બહુચરાજી ખાતે આદિત્ય કોમ્પલેક્ષમાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાન કરી હતી. જેમાં તેઓ ભેગા થઈ કોમ્પ્યૂટરમાં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાં સુધીની માર્કશીટો છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા.

LCBને બાતમી મળી અને પછી…
અને બીજી બાજુ સમગ્ર કાંડની બાતમી મહેસાણા ના LCBને મળી હતી. જેને લઈ મહેસાણા LCB PSI હરેશ જોશી સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ બંને વ્યક્તિઓ ઓરીજનલ માર્કશીટમાં સુધારો-વધારો કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આપતા હતા. માહિતી મુજબ આ યુવકોએ 2 મહિનામાં 50 વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી હતી.

1500 રૂપિયામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી
પોલીસની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં આ બંને વ્યક્તિઓએ બે મહિનામાં 50 વિદ્યાર્થીઓને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપતા હતા. આ સાથે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા માટે ઇસમો 1500 રૂપિયા ચાર્જ લેતા હતા.આ તરફ LCBની ટીમે બહુચરાજી અંબિકા ઝેરોક્ષમાં કરેલ રેડમાં વિજય ઝાલા અને કુલદીપ સોલંકીને દબોચી લીધા હતા.

ડુપ્લિકેટ માર્કશીટથી કેટલાય તો નોકરી પણ લાગી ગયા
ઉલેખિનીય છે કે, બહુચરાજી પંથકમાં અનેક કંપનીઓ આવેલ છે. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો નોકરી પણ કરે છે. જોકે આ કંપનીઓમાં પણ ITI-ડિપ્લોમા પાસ માંગતા હોય છે. જેથી આ બંને વ્યક્તિઓએ અન્ય વ્યક્તિઓનો ઓરીજનલ માર્કશીટમાં છેડછાડ કરી ડુપ્લિકેટ માર્કશીટ તૈયાર કરી હતી. જેથી હવે આવી ડુપ્લિકેટ માર્કશીટના કારણે અનેક લોકો નોકરીએ પણ લાગી ગયાનું પણ સામે આવી રહ્યું છે.

86,400 જેટલો મુદ્દામાલ જપ્ત કરાયો
મહેસાણા LCBની કાર્યવાહી દરમિયાન ટીમ દ્વારા માર્કશીટ કાઢવા હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ 15 તેમજ કોમ્પ્યુટર સહિતના સાધનો મળી કુલ રૂ. 86,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ તરફ હવે આ કેસમાં LCBએ બંનેવ્યક્તિઓ સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં કલમ 465, 468, 471, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *