ગઈકાલે PM મોદીને મળવા ગયેલા કૃષિમંત્રી પ્રધાનમંત્રીના ભાષણમાં જ “ઘોંટાઈ” ગયા- જુઓ વિડીયો

સુરત(Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના હસ્તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ(Saurashtra Patel Seva Samaj) દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર થનારી હોસ્ટેલનું ડિજિટલ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)નાં ખુબ જ વખાણ કરતા હતા અને બીજી તરફ તેમના મંત્રીમંડળના કૃષિમંત્રી રાઘવજી પટેલ(Raghavji Patel) બિંદાસ ઊંઘી રહ્યા હતા. સાથે તેને લઇને મંચ પર બેઠેલા અન્ય મંત્રીઓ પણ ગણગણાટ કરતા જોવા મળી રહ્યા હતા.

PMના ચાલુ ભાષણે મંત્રી સૂઈ ગયા: સ્ટેજ પર બેઠેલા મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાની પાછળની હરોળમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ બેઠા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને મુખ્યમંત્રી તેમજ તેમની ટીમ રાજ્યના વિકાસ માટે આવનારા દિવસોમાં ખૂબ જ સારી રીતે કામ કરવામાં આવશે અને રાજ્યનો પણ ખૂબ વિકાસ થશે, આ પ્રકારની વાતો નેતાઓ કરતા હતા. ત્યારે આ પ્રકારની તમામ વાતોમાં જાણે રાજ્યના કૃષિમંત્રીને કોઈ જ રસ ન હોય એ રીતે મસ્ત થઈને સુઈ રહ્યા હતા. કાર્યક્રમથી સાવ અલિપ્ત જ હોય એ રીતે તેમનું વર્તન મંચ ઉપર દેખાતું હતું.

મંચ પરના નેતાઓ આશ્ચર્યચકિત થયા જાહેર મંચ ઉપર અતિમહત્વના કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાન પોતે સંબોધિત કરી રહ્યા હોય ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ જે રીતે ઊંઘી રહ્યા હતા એ જોઈને સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અ પ્રકારના દ્રશ્યોને જોઇને તો એવું લાગી રહ્યું હતું કે તેમને કાર્યક્રમની જરા પણ ગંભીરતા ન હોય.

કાર્યક્રમના મંચ પર બેઠેલા અન્ય નેતાઓને પણ આ વાતની ખબર નહોતી. આખા કાર્યક્રમ દરમિયાન રાઘવજી પટેલ સતત ઊંઘના ઝોકાં ખાતાં હતાં. કાર્યક્રમ દરમિયાન સતત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌરાષ્ટ્ર સમાજના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. તેમજ આગાઉ ભૂતકાળમાં જેમણે શિક્ષણ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે તેમનાં પણ અનેક ઉદાહરણો આપી રહ્યા હતા, પરંતુ કૃષિમંત્રી રાઘવજી પટેલ એ બધાથી તદ્દન નીરસ હોય એ રીતે બિંદાસ ઊંઘ માણી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *