કોરોના વાયરસની મહામારીને કારણે ગુજરાત રાજ્યમાં કર્ફ્યું લાદવામાં આવેલ છે. જેને લીધે કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો જોવા મળે. સરકાર દ્વારા લગાવવામાં આવેલ કરફ્યુનો કઈક ને કઈક ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે. તો કેટલાય લોકો રાત્રી કર્ફ્યું દરમિયાન કામ વગર બહાર નીકળે છે જાણે તેને કોરોનાનો ડર જ ન હોય!! ત્યારે આવી મહામારીમાં કર્ફ્યુના ઉલ્લંઘનની ઘટના સામે આવી છે. જાણીએ સમગ્ર ઘટના વિશે…
મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યું દરમિયાન જજીસ બંગલો ચાર રસ્તા પર બર્થ ડે પાર્ટીનું સેલિબ્રેશન કરી રહેલા પાંચ લોકોને નાચી છુટવાની ફરજ પડી હતી. શુક્રવારના રોજ વહેલી સવારે પાંચેય વ્યક્તિને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. રાત્રી કર્ફ્યું હોવા છતાં પણ બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશનમાં ત્રણ જેટલી મહિલા પણ હાજર હતી.
વસ્ત્રાપુર પોલીસમાં નોંધવામાં આવેલ FIR મુજબ, બોડકદેવ વિસ્તારમાં રહેતી 21 વર્ષની મહિલાએ શુક્રવારના રોજ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે વસ્ત્રાપુરમાં રહેતી 22 વર્ષની અને 30 વર્ષની એમ બે મહિલાઓ સહિત પોતાના ચાર મિત્રોને બોલાવ્યા હતા. જેમાં 26 વર્ષ અને 24 વર્ષના બાકીના બે છોકરાઓ જુહાપુરાના રહેવાસી હતા.
FIRમાં લખવામાં આવ્યું હતું કે, શુક્રવારના રોજ રાત્રે આશરે ૧:૩૦ કલાકે જયારે પોલીસની ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે પોલીસે જીજસ બંગલાની નજીક ચાર રસ્તા પર એક ટોળાને બર્થ ડે ઉજવતા જોયું હતું. પોલીસની વાન જેવી ત્યાં પહોચી તરત જ તેઓ પોતાની મોટર કાર લઈને નાચી છુટ્યા હતા.
પોલીસની વાને તેમની મોટરકારનો પીછો કર્યો હતો અને તેમણે તરત જ પકડી પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે, ત્યાં કોઈ બર્થ ડે પાર્ટી ઉજવી રહ્યા છે, જેને લીધે પોલીસ ત્યાં પહોચી હતી અને હાલમાં પાંચેય વ્યક્તિ સામે રાત્રી કર્ફ્યુંના ઉલ્લંઘનનો ગુનો પણ દાખલ કર્યો છે. આ સાથે તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.