આજે બિનઅનામત વર્ગના મહિલા ઉમેદવારોને થઈ રહેલા અન્યાય સામે જજુમી રહેલી LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ચિંતન બેઠક બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં બિનઅનામત વર્ગના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ સહિતના આગેવાનો, મહિલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને ચિંતન કરી રહ્યા છે. જેમાં અનેક એવા નેતાઓ પોતાની જ સરકાર સામે બાંયો ચડાવનાર બિનઅનામત સમાજ સાથે ઉભા રહીને સમાજ પ્રત્યે વફાદારી બતાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સરકાર દ્વારા ઓબીસી અને એસસી એસટીના ઉમેદવારોએ કરેલા આંદોલન સામે પોતાના હથિયાર ફેંકીને ઠરાવ ફેરવવા માટેની જાહેરાત કરી છે. ત્યારે આ બિનઅનામત વર્ગની ચિંતન શિબિરમાં શુ ચર્ચાઓ થઈ અને આગળની રણનીતિ શુ હશે તેને લઈને ભાજપ સરકાર ફિક્સમાં મુકાઈ ગઈ છે. આ ચિંતન શિબિરમાં જોડાયેલા ભાજપના નેતાઓ પણ સરકારને વિચારતા કરી દીધા છે.
પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાના સંકલનથી યોજાયેલ સમરસતા ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગયેલા વરુણ પટેલ, ભાજપ સાથે ઉભા રહેનાર ઉમિયાધામ સંસ્થાનના આગેવાન સિ કે પટેલએ આંદોલનકારી મહિલાઓને સમર્થન કરવા હાજરી આપીને ભાજપ સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
આ ચિંતન શિબિરમાં રાજપૂત કરણીસેના, પાટીદાર સમાજની સંસ્થાઓ ઉમિયાધામ, ખોડલધામ, એસપીજી, પાસ, બ્રહ્મ સમાજના જિલ્લા અને શહેરના આગેવાનોએ આંદોલનકારી મહિલા ઉમેદવારોને મનોબળ આપ્યું હતું.
પાટીદાર સમાજના નિવૃત અધિકારી એ કે પટેલ પોતાના પેંશનની તમામ આવક, મકાન ને લાયબ્રેરીમાં ફેરવીને બિનઅનામત સમાજની દીકરીઓને સ્વખર્ચે તાલીમ આપી રહ્યા છે અને અન્યાય સામે કોર્ટ અને પેપરવર્કના સહારે ન્યાય મેળવવા ઝઝુમી રહ્યા છે.
મહિલા આંદોલનકારી યુવતી જાગૃતિ બાબરીયા કહે છે કે, જો સરકારને અમને નોકરી ન આપવી હોય તો ના પાડી દે, પરંતુ અમારી લાયકાત અને શૈક્ષણિક ડિગ્રીની મજાક ન કરો, જો અમારી માગ પુરી કરવામાં નહિ આવેતો સત્યાગ્રહ છાવણીમાં અમે ફરીથી ઉપવાસ પર બેસીસુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.