ખંભાળીયા પાસે આવેલ ખાણના ખાડામાં ન્હાવા પડેલા 4 લોકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ખંભાળીયા કલેક્ટર કચેરી પાછળ રોડ પર આવેલ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઈ 4 જેટલા મજૂર પરિવારના લોકો ન્હાવા પડ્યા હતા. ખાડામાં ડૂબી જતા 3 બાળકો અને એક આધેડનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, શનિવારે વહેલી સવારે 3 કિશોર ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા. જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા. પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ખંભાળિયાથી 6 કિમી દૂર ધરમપુરમાં વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. જેમાં 15થી 20 ફૂટ જેટલુ પાણી ભરેલુ છે. જેમાં આજે સવારે 7 વાગ્યે ભાણજી મનજી નકુમ (ઉં.વ.55) સાથે તેમના ત્રણ ભત્રીજા જયદીપ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16), ગીરીશ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16) અને રાજકીશોર નકુમ (ઉં.વ.15) સાથે નાહવા ગયા હતાં.
જ્યાં ચારેયનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. એક જ પરિવારના 4 સભ્યોના મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ ખંભાળિયા નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.