જાણો કોણ છે તે પાકિસ્તાની મહિલા, જે PM મોદીને 26 વર્ષથી બાંધે છે રાખડી

અમદાવાદ(ગુજરાત): ગત 26 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધનાર તેમની પાકિસ્તાની બહેન કમર શેખએ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સુંદર રાખડી બનાવી છે. બંનેના 26 વર્ષ જૂના સંબંધને નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી આજે પણ સાચવી રાખ્યા છે. કમર શેખ પોતાના ભાઇ માટે જાતે રાખડી બનાવી છે. જે ગત 26 વર્ષોથી તે રાખડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ પર બાંધે છે અને દર વખતે દુઆ કરે છે કે તેમના ભાઇ જીંદગીમાં આગળ વધે અને સુરક્ષિત રહે. આ વર્ષે પણ કમર જહાંએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડી બનાવી છે.

એટલું જ નહીં, કમર શેખએ ભાઇ-બહેનના પ્રેમ માટે એક પત્ર પણ લખ્યો છે. કમર જહાંના જણાવ્યા અનુસાર, તેમનો આ સંબંધ 26 વર્ષ જૂનો છે, આ સંબંધ ત્યારે બંધાયો હતો જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપમાં ફક્ત જનરલ સેક્રેટરી હતા. મળતી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર જહાંને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તેમના લગ્ન ભારતીય પેન્ટર મોહસિન શેખની સાથે થયા હતા. છેલ્લા 39 વર્ષોથી કમર શેખ ભારતમાં છે. ગત વર્ષે કોરોના સંકટના લીધે તે પ્રધાનમંત્રીને રાખડી બાંધી શકી ન હતી, પરંતુ તેમણે રાખડી પોસ્ટ મારફતે પ્રધાનમંત્રીને મોકલી આપી હતી.

કમર શેખના પતિ મોહસિન શેખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકબીજાના ખૂબ નજીકના મિત્ર હતા. કમર શેખએ કહ્યું હતું કે, જ્યારે હું પહેલીવાર તેમને દિલ્હીમાં મળી હતી, ત્યારે તેમને ખબર પડી કે, હું કરાંચીથી છું અને અહીં લગ્ન કર્યા છે, ત્યારે તેમણે બહેન કરીને મને સંબોધિત કરી હતી, જયારે મારો કોઇ ભાઇ ન હોવાથી તેને ભાઈ બનાવ્યો હતો.

કમર શેખ કહે છે કે, એકવાર રક્ષાબંધન હતી, તો મેં મોદી ભાઇને રાખડી બંધાવવાનો આગ્રહ કર્યો અને તેમણે કાંડુ આગળ કરી મારી પાસેથી રાખડી બંધાવી હતી, ત્યારથી કમર પ્રધાનમંત્રીને રાખડી બાંધતી આવી છે. મળતી માહિતી અનુસાર, દિલ્લીથી દર વર્ષે ફોન આવે છે પરંતુ આ વર્ષે હજુ કોરોના કારણે ફોન નથી આવ્યો પણ જો આવશે તો કમર શેખ દિલ્લી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *