દિલ્હીના બિરલા હાઉસમાં 30 જાન્યુઆરી 1948ના રોજ સાંજે ૫ વાગ્યે અને 17 મિનિટ મહાત્મા ગાંધી ની પ્રાર્થના સભા થવાની હતી, ત્યારે જ પ્રાર્થના સ્થળ તરફ આગળ વધતા ગાંધીજીની સામે એક શખ્સ આવી ગયો અને જેણે નવ એમ.એમની બરેટા પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યું. અઢી ફૂટ ના અંતર થી ચલાવવામાં આવેલી ગોળીઓ ભારતના રાષ્ટ્રપિતા ના શરીર માં સમાઈ ગઈ અને તેમનું સ્થળ પર જ દેહાંત થઈ ગયું. આ સાથે જ અલગ અલગ જગ્યાઓએ છેલ્લા 14 વર્ષથી મહાત્માગાંધીની થઇ હત્યા માટે થઇ રહેલા પ્રયાસને સફળ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધી હવે દુનિયામાં નહોતા રહ્યા મહાત્મા ગાંધીની હત્યા એ સ્વતંત્ર ભારતની સૌથી મોટી રાજનૈતિક હત્યા હતી.
કોણ હતો નાથુરામ
Nathuram Godse એક મધ્યમ વર્ગીય ચિતપાવન બ્રાહ્મણ પરિવાર માંથી આવતો હતો. ચિતપાવન નો મતલબ છે કે ‘આગમાં પવિત્ર કરવામાં આવેલ’ આ જાતે વિશે અમુક લોકો કહે છે કે, આર્યોના સીધા વંશજ એટલે ચિતપાવન. જ્યારે અમુક લોકો એમ પણ કહે છે કે ચિતપાવન બ્રાહ્મણ એ યહુદીઓની એક જાતિ છે, જે ધર્મ પરિવર્તન કરીને બ્રાહ્મણ બની ગયા. ચિતપાવન બ્રાહ્મણ જ્ઞાતિ માંથી ગોપાલ કૃષ્ણ ગોખલે અને લોકમાન્ય બાલ ગંગાધર તિલક પણ આવતા હતા.
નાથુરામ ના પિતા વિનાયક ભારતીય પોસ્ટ સર્વિસ માં એક નાના હોદ્દા પર હતા. ગોડસેના માબાપ તેમના પહેલા ત્રણ સંતાન પેદા થવા સુધીમાં મૃત્યુ પામ્યા હતા. માત્ર બીજું સંતાન કે જે એક દીકરી હતી તે જ જીવિત રહી શકી હતી. ત્યારબાદ આ દંપતીએ એક જ્યોતિષની સલાહ લીધી અને જ્યોતિષ એ તેમને કહ્યું કે તમારા પરિવારને એક શ્રાપ મળ્યો છે. તમે તમારા દિકરા ને ત્યારે જ બચાવી શકશો જ્યારે તમે તેનું પાલન પોષણ એક છોકરીની રીતે કરશો.
નાથુરામ ના મા બાપ એ ત્યારબાદ કેટલાય ધાર્મિક અનુષ્ઠાન કર્યા અને માનતાઓ પણ માની કે જેથી જન્મ બાદ તેઓ તેના દીકરાને છોકરીની રીતે રાખશે. આ માટે તેમણે તેમના દીકરા નુ નાક પણ વીંધાવશે તેવું નક્કી કરવામા આવ્યું હતું. અને નથ પહેરાવશે. ત્યારબાદ 19 મે 1910ના રોજ જન્મેલા નાથુરામ સાથે એવું જ કરવામાં આવ્યું અને આ નથ ને લીધે જ તેને નાના દીકરા નું નામ નાથુરામ પાડવામાં આવ્યું. જો કે મોટા થવા સાથે તેની નથ કાઢી નાખવામાં આવી હતી. નાથુરામ ને ત્રણ ભાઈ અને બે બહેનો હતી.
એકવાર નથુરામ હૈદરાબાદમાં હિન્દુઓ ના અધિકારો ને લઈને એક રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. તેઓ એક વર્ષ માટે જેલમાં રહ્યા જ્યારે તેઓ જેલથી છૂટીને પૂના આવ્યા ત્યારે તેમના રાજકીય ગુરુ Savarkar એક રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે પ્રયત્નશીલ હતા. જેમાં તેઓ માત્ર મરાઠી બ્રાહ્મણોને જ સામેલ કરી રહ્યા હતા.
શા માટે ગાંધીને માર્યા?
1940માં આ બધા વચ્ચે નાથુરામ નારાયણજી આપ્ટે નામના વ્યક્તિને મળ્યો, જે હિન્દુ મહાસભા માટે કામ કરતો હતો. આ બંને વચ્ચે ઘણી બાબતો એ સહમતી હતી. પરંતુ બંને જીવનભર સારા મિત્રો બનીને રહ્યા. બન્ને 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન કોંગ્રેસના મોટાભાગના નેતાઓની ધરપકડ બાદ સાવરકરના વિચારો પર બનેલા એક પક્ષ માં જોડાઈ ગયા. આ પક્ષમાં મોટાભાગે પૂનાના લોકો હતાં. આ પક્ષ કોંગ્રેસીઓ વિરુદ્ધ હિંસક ગતિવિધિઓમાં શામિલ રહેતા હતા અને કહેવામાં આવતું હતું કે, નાથુરામ ને પણ હિંસાની તાલીમ અહિયાંથી જ મળી હતી. નાથુરામ અને તેનો દોસ્ત આપ્ટે આ પક્ષના એક મુખ પત્ર માટે કામ કરતા હતા, જેઓ પોતાના પક્ષની ખબરો લોકો સુધી પહોંચાડતા હતા, આ બંને ગાંધીજીને હિન્દુ વિરોધી માનતા હતા અને તેઓ ગાંધીજી પ્રત્યે ઘૃણા ધરાવતા હતા.
તુષાર ગાંધી પોતાના પુસ્તક માં લખે છે કે, નાથુરામ હંમેશા પોતાનો પરિવાર બનાવવા માટે ના પાડતો હતો. જ્યારે તેને લગ્ન માટે પ્રસ્તાવ આવતા હતા ત્યારે તે ના પાડી દેતો હતો. નાથુરામ હંમેશા પુરુષોની વચ્ચે જ રહેતો હતો. ખરેખર નાથુરામ અન્ય લોકોને પોતે સંત છે કેવો ભ્રમ કરાવતો હતો. જેના કારણે તે સ્ત્રીઓ સાથે નફરત કરવા લાગ્યો હતો. “લેટસ કિલ ગાંધી” પુસ્તકમાં તુષાર ગાંધીએ વધુ લખ્યું છે કે, આ દરમિયાન નાથુરામ અને આપ્ટે એ પોતાની પાર્ટીના મુખપત્ર ને નુકસાન થવા લાગ્યું અને રોકાણકારો તેમને ફંડ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારે આપ્ટે એ નાથુરામ ને ફરીથી તેનું લક્ષ્ય યાદ અપાવ્યું કે “ચાલો ગાંધીને મારીએ”.
આ પુસ્તક અનુસાર નાથુરામ અને આપડે ભારતની સ્વતંત્રતા બાદ ઈતિહાસ પર કાળો દાગ લાગે તેવું કામ કરીને ગાંધીજીની હત્યા કરી દીધી. આ પુસ્તક માં ગાંધીજી ના હત્યારાઓ નો પરિચય શબ્દશ: આ રીતે કરવામાં આવ્યો છે:
બધા લોકો કે જેઓ ગાંધીજીની હત્યામાં સામેલ હતા. તેઓના સ્વભાવ ખૂબ જ અલગ અલગ હતા. પરંતુ આ તમામ ની વચ્ચે એક વાત એકસરખી હતી કે આ લોકો ધર્માંધ હતા. એક વ્યક્તિ નાથુરામ ગોડસે કે જે સ્ત્રીઓ સાથે નફરત કરતો હતો. એક જિંદાદિલ પણ વ્યભિચારી નારાયણ દત્તાત્રેય આપ્ટે. એક અનાજ ફૂટપાથ પર રહેવા વાળો બદમાશ છોકરો જેને કટ્ટર બનીને મોટો માણસ બનવુ હતુ. એક હથિયારોનો ધુતારો વેપારી દંડવતે અને તેનો નોકર. એક બેઘર શરણાર્થી જે બદલો લેવા માંગતો હતો મદનલાલ પાહવા. એક ભાઈ જે પોતાના ભાઈને હીરોની જેમ પૂછતો હતો ગોપાલ ગોડસે અને એક ડોક્ટર જેને બીજાને બચાવવા કરતાં અન્યને મારવામાં વિશ્વાસ હતો ડોક્ટર દત્તાત્રેય પરચુરે. આ લોકોનો અત્યાર હતો. એક બંદૂક જે ગાંધીજીની હત્યા કરવા વાળા ના હાથમાં પહોંચતા પહેલા ત્રણ મહાદ્વીપ પર યાત્રા કરી ચૂકી હતી.
ભાષા ઈનપુટ: The print & ન્યુઝ ૧૮ હિન્દી