એવરેસ્ટ કરતા પણ મોટો ઉલ્કાપિંડ આવી રહ્યો છે પૃથ્વી તરફ, 48 કલાક બાકી પણ…

અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ ખુલાસો કર્યો છે કે ધરતી તરફ એક ખૂબ મોટો એસ્ટરોઇડ (ઉલ્કા) ઝડપથી આવી રહ્યો છે.જણાવવામાં આવી રહ્યું છે કે આ એસ્ટરોઇડ ધરતીના સૌથી ઊંચા પહાડ માઉન્ટ એવરેસ્ટથી પણ કેટલાય ગણો મોટો છે.

આ એસ્ટરોઇડની સ્પીડ 31,319 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે લગભગ 8.72 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આટલી ગતિથી જો ધરતીના કોઈ ભાગમાં આ ભટકાશે તો ખૂબ મોટી સુનામી આવી શકે છે. અથવા તો ઘણા દેશ બરબાદ કરી શકે છે.

જોકે નાસાનું કહેવું છે કે એસ્ટરોઇડથી ગભરાવાની જરૂર નથી કારણ કે આ ધરતી થી લગભગ ૬૪ લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. અંતરીક્ષ વિજ્ઞાનમાં આ અંતર ખૂબ વધારે નથી માનવામાં આવતું પરંતુ ઓછું પણ નથી. કેટલાક વૈજ્ઞાનિકોએ તેને ધરતી સાથે ટકરાવાની પણ આશંકા વ્યક્ત કરી છે.

આ એસ્ટરોઇડને કો 52768 નામ આપવામાં આવ્યું છે. આ ઉલ્કા પિંડને નાસાએ સૌથી પહેલા 1998માં જોયો હતો. તેનો વ્યાસ લગભગ 4 કિલોમીટર છે.

અનુમાન છે એસ્ટરોઇડ 29 એપ્રિલે ધરતી નજીકથી પસાર થશે. આના વિષે અંતરીક્ષ વિજ્ઞાનીઓએ જણાવ્યું કે ઉલ્કાપિંડ 52768 સૂરજનું એક ભ્રમણ લગાવવામાં 340 દિવસ કે 3.7 વર્ષ જેટલો સમય લે છે.

ખગોળવિદોના અનુસાર આવા રોજના ૧૦ વર્ષોમાં ધરતી સાથે ટકરાવાની 50,000 સંભાવનાઓ હોય છે. પરંતુ કોઈને કોઈ રીતે તે પૃથ્વીના કિનારા પાસેથી નીકળી જાય છે.

ખગોળવિદોના આંતરરાષ્ટ્રીય સમૂહના ડૉ બ્રુસ બેટ્સેઆવા એસ્ટ્રોજન અને લઈને કહ્યું કે નાના એસ્ટરોઇડ કેટલાક મીટર ના હોય છે. તે કાયમ વાયુમંડળમાંથી આવે છે અને બળી જાય છે. જેનાથી કોઈ મોટું નુકસાન નથી થતું.

જણાવી દઈએ કે વર્ષ 2013માં લગભગ ૨૦ મીટર લાંબો એક ઉલ્કાપિંડ વાયુમંડળ થી ટકરાયો હતો.એક ૪૦ મીટર લાંબો ઉલ્કાપિંડ 1908માં સાયબેરિયાના વાયુમંડળમાં ટકરાઈને બળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *