ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી ગુજરાતની ધરા- સુરત નજીક નોંધાયું હતું કેન્દ્રબિંદુ, લોકો ઘરની બહાર દોડી ગયા

સુરત(Surat): શહેરમાં સવારે ભૂકંપ(Earthquake)નો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ(Epicenter of an earthquake) સુરતથી 61 કિમી દૂર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ છે. જો કે, હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાન કે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

રિક્ટર સ્કેલ પર નોંધાયો 3.5ની ભૂકંપની તીવ્રતાનો આંચકો:
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, ‘દક્ષિણ ગુજરાતમાં સવારે અંદાજે 10:26 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે.’ દક્ષિણ પૂર્વ સુરતથી 60 કિલોમીટર દૂર અને જમીનથી 7 કિલોમીટર અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

નવસારી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. નવસારીના વાસંદામાં ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 નોંધાઈ છે. ભૂકંપનો આંચકો અનુભાવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી  અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિલોમીટર દૂર વલસાડ નજીક હોવાનું સામે આવ્યું છે. આ પંથકમાં છેલ્લા બે મહિનામાં વારંવાર ભૂકંપના આંચકા આવવાને કારણે હવે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

જો વાત કરવામાં આવે તો વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપના હળવા આચકા અનુભવાતા હોય છે. દોઢ વર્ષ અગાઉ ગાંધીનગરથી સિસ્મોલોજીકલ સર્વેની ટીમ વાંસદાની મુલાકાતે આવી હતી અને ભૂકંપને લઇને રિચર્ચ કરવામાં આવ્યું હતું, જોકે કોઈ તટસ્થ કારણ જાણવા મળી શક્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *