ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી ગીર-સોમનાથની ધરતી – સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 13 આંચકા આવ્યા

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ફરી એકવાર લોકો ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યા હતા. ગત રાતથી સવાર સુધી ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો 3 ભૂકંપના આંચકાને કારણે ઘરોની…

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ફરી એકવાર લોકો ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યા હતા. ગત રાતથી સવાર સુધી ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો 3 ભૂકંપના આંચકાને કારણે ઘરોની બહાર આવી ગયા હતા. મોડી સાંજે તાલાલા તહસિલમાં રાત્રે1:12 વાગ્યે પ્રથમ આંચકા અનુભવાયા હતા અને ત્યારબાદ સવારે 6. 67 વાગ્યે મોરબીમાં 1.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગત 24 કલાક ગીર સોમનાથના વાસીઓ માટે ભારે રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકા (earthquake) થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી હોઈ જાનહાનિ થઈ નથી. ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે.

મોરબીમાં સવારના આંચકાની ગભરાટના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 24 કિમી અને મોરબી જિલ્લાના મોરબીથી 12 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. તાલાલામાં સવારે 1.12 વાગ્યે 3.2 ની તીવ્રતા અને સવારે 2.0 ની તીવ્રતાનો ભૂકંપ હતો. ગીર સોમનાથમાં રવિવાર રાતથી ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જે આજે સવાર સુધી યથાવત છે. સિસ્મોગ્રાફી પર 24 કલાકમાં કુલ 13 આંચકા નોંધાયા છે. જેની વિગતો આ મુજબ છે.

ચાર દિવસ પહેલા ભાવનગરમાં બે આંચકા અનુભવાયા હતા
ચાર દિવસ પહેલા ભાવનગર નજીકના દરિયામાં 2.0 ની તીવ્રતાના બે ભૂકંપ નોંધાયા હતા. શહેરથી 44 કિમી દૂર દરિયામાં આ બે હળવા ભૂકંપ ચાર દિવસ પહેલા સવારે 4 વાગ્યે નોંધાયા હતા. રિકટર સ્કેલ પર 2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે, ભાવનગરના રહીશો દ્વારા તે અનુભવાયું ન હતું.

એક મહિના અગાઉ પણ રાજકોટમાં આવી ચૂક્યા છે ભુકંપના આંચકા
રાજકોટમાં એક મહિના પહેલા બપોરે 1.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જોકે, ભૂકંપથી શહેરને કોઈ નુકસાન થયું નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિમી દૂર હતું. આ અગાઉ 16 જુલાઇએ રાજકોટમાં 8.8 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. જે લોકો કંપન અનુભવતા હતા તે ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજકોટથી 22 કિમી દૂર રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં નોંધાયું હતું. વહેલી સવારના ભુકંપથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *