ગુજરાતમાં કુદરત કોપાયમાન! એક બાજુ ભૂકંપના આંચકા તો બીજી બાજુ કરા સાથે વરસાદ- લોકોમાં ભયનો માહોલ

Earthquake in Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં કુદરત જાણે રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક બાજુ બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં રહેલી સવારે ભૂકંપના આંચકા તો…

Earthquake in Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં કુદરત જાણે રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક બાજુ બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં રહેલી સવારે ભૂકંપના આંચકા તો બીજી બાજુ બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાની અથવા મિલકતને નુકસાન થયાના કોઈ સમાચાર નથી.

મળતી માહિતી અનુસાર વાત કરીએ તો બનાસકાંઠામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારમાં બનાસકાંઠાની ધરા ધ્રુજી ઉઠતા લોકો ફફડી ઊઠ્યા હતા અને લોકો ઉંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી ગયા હતા. મહત્વનું છે કે વહેલી સવારે બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મહત્વનું છે કે બનાસકાંઠામાં આજે સવારે 6:29 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાની રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા નોંધાઈ હતી. અચાનક ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે ધાનેરાના બોર્ડર વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *