વિડીયો/ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિતે બાંધવામાં આવેલું સ્ટેજ એકાએક થયું જમીનદોસ્ત 

Gujarat Foundation Day: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર(Jamnagar) ખાતે કરવામા આવશે અને જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે.…

Gujarat Foundation Day: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર(Jamnagar) ખાતે કરવામા આવશે અને જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે આવી સ્થિતી વચ્ચે ગઈકાલના રોજ મોડી રાત્રે તૈયારી વેળાએ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સ્ટેજનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એકાએક સ્ટેજ જમીનદોસ્ત(Stage collapsed) થતા અફરાતફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં ત્રણ મજૂરો ઘાયલ થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

સદનસીબે મોટી દુર્ઘટના ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ તંત્રની બેદરકારી કહી શકાય તેમ કામગીરીમાં ચૂક રહી જતા દુર્ઘટનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે કાર્યક્રમ વેળાએ આ દુર્ઘટના સર્જાઈ હોય તો ? આ વિચાર માત્રથી ભયાનક દ્રશ્ય સામે આવે છે.

વહીવટી તંત્ર સામે ઉભા થઇ રહ્યા છે અનેક સવાલો:

મહત્વનું છે કે, જ્યારે જામનગરમાં 1લી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવાની હોય અને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન, રાજ્યપાલ અને સમગ્ર મંત્રીમંડળ સહિત હજારોની જનમેદની હાજર રહેવાની હોય અને આ પ્રકારની બેદરકારી જો સામે આવે તો મહાનુભવોની સુરક્ષા અને તેમની વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રકારના સવાલો વહીત તંત્ર સામે ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *