રાજકોટ(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામ નજીક ઇકો કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે 6 જેટલા લોકોને ઈજા પહોચીં છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મંગળવારની રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે એક ઇકો કાર ઊભી હતી. તે ઇકો કારમાં સવાર 2 પુરુષો ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા. આ સમય દરમિયાન મહિલાઓ અંદર કારમાં બેઠી હતી. તે જ સમયે એક ટ્રક કંટેનર પુરપાટ ઝડપે પાછળથી ઘસી આવ્યું હતું. જેને ઇકો કારને 25 ફૂટ દૂર સુધી ધકેલી હતી. અકસ્માતના કારણે લોકો ભેગા થઇ ગયા હતા. તેમજ લોકોએ ટ્રક કંટેનર ચાલકને પકડી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, કચ્છના માંડવીના અમૃતબેન નાથાણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કે સરલાબેન ગોર, હિતેન ભાઈ ચાવડા, ધર્મેશ ભાઈ ચારિયા, સંદીપભાઈ મેંદપરા સહિતના લોકોને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કુવાડવા પોલીસે સમગ્ર મામલે કન્ટેનર ચાલક રવિન્દ્ર કુમાર પાલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.