ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર સિંગતેલનો ડબ્બો પહોચ્યો આસમાની સપાટીએ- ભાવ જાણીને ચક્કર આવી જશે

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો સાતમ આઠમના તહેવારો બાદ સિંગતેલ(Singtel)ના ભાવમાં સતત ભડકો જોવા મળી રહ્યો છે. આમ જનતા પર વધુ એક મોંઘવારી(inflation)નો ડામ પડ્યો છે. ખાદ્યતેલ(edible oil)માં સિંગતેલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં ડબ્બા દીઠ 100 થી 125 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા સિંગતેલના ડબ્બાનો ભાવ પહેલીવાર 3 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે.

સરકાર ભલે મોટા મોટા બણગા ફૂંકતી હોય કે, ફુગાવો ઘટ્યો છે, પરંતુ ખાદ્યપદાર્થોના ભાવ માર્કેટમાં સતત વધી રહ્યા છે અને તેના કારણે સામાન્ય માણસને અનેક મુશ્કેલીઓ વેઠવાનો સમય આવ્યો છે. સરકાર દ્વારા ખાદ્યતેલના ભાવ નિયંત્રણમાં લેવા માટેની અનેક જાહેરાતો કરવામાં આવી પરંતુ, તેની કોઈ અસર સ્થાનિક બજારોમાં કોઈ પણ જગ્યાએ જોવા નથી મળી રહી.

મળતી માહિતી અનુસાર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પામતેલમાં તીવ્ર તેજી આવવાને કારણે કપાસિયા અને સિંગતેલના ભાવ એક સપાટીએ આવી જવા પામ્યાહતા. જેના કારણે ગુજરાતમાં સિંગતેલનો વપરાશ 5 %થી વધીને 25 %એ પહોંચી ગયો હતો. પરંતુ, ત્યારબાદ પામતેલના ભાવ 3 દિવસમાં 175 રૂપિયા ઘટતા જ પામતેલનો ડબ્બો 1910-1915એ પહોંચી ગયો છે જ્યારે સિંગતેલનો વપરાશ વધવાને કારણે તેનો ભાવ 3 હજારની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે.

અમે તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં મગફળીનો નવો પાક નવરાત્રી બાદ માર્કેટમાં આવે છે. જેને લઈ હાલ મગફળીની તંગી સર્જાય છે અને ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ટેકાના ભાવે ખરીદી કરનાર સરકારની એજન્સી નાફેડે બજારમાં માલ છુટો કરી દેવો જોઈએ. જો વાત કરવામાં આવે તો નાફેડ પાસે અંદાજે 50 હજાર ટન મગફળી સ્ટોકમાં પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *