ગુજરાત(Gujarat): કોરોના(Corona)ના બે વર્ષ પછી માંડ માંડ લોકોને આ વર્ષે ઉત્સવ ઉજવવાનો લાભ મળી રહ્યો છે, ત્યાં મોંઘવારી(Inflation)એ લોકોનું મૂળ ખરાબ કરી નાખ્યું છે. જો વાત કરવામાં આવે તો તહેવાર સમયે જ જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે. ત્યારે દર અઠવાડિયે ખાદ્યતેલ(edible oil)માં થઈ રહેલો ભાવ વધારો લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દર અઠવાડિયામાં ખાદ્યતેલના ભાવમાં આસમાની વધારો થઈ રહ્યો છે. જેને કારણે ઘરનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. ત્યારે આજે ફરીથી પામોલિન તેલ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
રાજકોટના તેલ બજારમાંથી આવેલા આજના ભાવ પર નજર કરવામાં આવે તો, પામતેલમાં ડબ્બામાં એક દિવસમાં 90 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો સાથે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પામતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 1990 રૂપિયાથી વધીને 2080 રૂપિયા પર પહોંચી ગયો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા પાર પહોંચી ગયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા થઈ ગયો છે.
જેવા તહેવાર નજીક આવ્યા છે ત્યાં ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે. સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલ પર પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને લીધે હાલ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
આગામી સમયમાં તહેવારોની મોસમ આવી રહી છે. આ દરમિયાન ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ભાવવધારો મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને પોસાય શકે તેમ નથી. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર ગુજરાતના 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહત આપી છે. ગુજરાતના 71 લાખ રાશન કાર્ડ ધારકોને 100 રૂપિયા લિટરના ભાવે સિંગતેલ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.