પહેલા ઘટાડો અને હવે ફરી વધારો! ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- ઉત્તરાયણ પહેલાં જાણો ક્યાં પહોચ્યા ભાવ

ગુજરાત(Gujarat): અગાઉ ખાદ્યતેલનાભાવ(edible oil)માં ઘટાડો ઝીંકવામાં આવ્યો હતો અને હવે ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સિંગતેલ ના ભાવમાં વધારો નોંધાયો છે. જણાવી દઈએ કે, સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2650 રૂપિયાથી વધીને 2670 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જોકે, આ વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, કપાસિયા તેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે.

શનિવારના રોજ કપાસિયા, સિંગતેલ, પામેલિન અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સાથે જ સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો થયો હતો અને સસ્તું થયું હતું. જેમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો હતો. સનફ્લાવર તેલના ડબ્બાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

મહત્વનું છે કે, કપાસની મબલક આવક થવાને કારણે હાલ રાજ્યમાં કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. શનિવારના રોજ કપાસિયા તેલનો ડબ્બો 200 રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં આજે ફરી રૂપિયા 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ તેલના ભાવમાં ધટાડો થઇ શકે છે તેવી સંભાવના હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

તેલના વેપારી મયુરભાઈ લખાણીએ જણાવતા કહ્યું છે કે, કપાસિયા તેલના ભાવ ઘટતા તેલનો ડબ્બો 2240 રૂપિયાએ પહોંચ્યો છે. સિંગતેલ તેલના ડબ્બાના ભાવ 2670 રૂપિયા લેખે થઈ ગયા છે. જોકે, બજારમાં ગુણવતાયુક્ત મગફળી આવતી ન હોવાથી મગફળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *