ધીમે ધીમે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની અસર દેખાઈ રહી છે. મોંઘવારી(Inflation)ના મોરચે સામાન્ય માણસને રાહત મળતી જોવા મળી રહી છે. હવે ખાદ્યતેલ(Edible oil)ના ભાવ ફરી એકવાર નીચે આવ્યા છે. મધર ડેરી, જે દિલ્હી-એનસીઆર(Delhi-NCR)ના મુખ્ય દૂધ સપ્લાયર્સ(Milk suppliers) પૈકી એક છે, તેણે ખાદ્ય તેલના ભાવમાં 15 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો છે.
193 પ્રતિ લિટરનો દર:
મધર ડેરી વતી એવું કહેવામાં આવ્યું હતું કે વિશ્વભરના બજારોમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. કંપની ધારા બ્રાન્ડ હેઠળ તેના ખાદ્ય તેલનું વેચાણ કરે છે. ધારા સરસવના તેલની કિંમત 208 રૂપિયાથી ઘટાડીને 193 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
MRPમાં 15 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો:
આ સિવાય ધારા રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ હવે રૂ. 220માં મળશે જે અગાઉ રૂ. 235 પ્રતિ લીટર હતું. ધારા રિફાઇન્ડ સોયાબીન તેલની કિંમત રૂ. 209 થી ઘટાડીને રૂ. 194 કરવામાં આવશે. મધર ડેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ધારા ખાદ્ય તેલની મહત્તમ છૂટક કિંમત (MRP)માં પ્રતિ લીટર રૂપિયા 15 સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.”
નવા MRP તેલ આવતા સપ્તાહ સુધીમાં આવશે:
ભાવમાં આ ઘટાડો તાજેતરની સરકારી પહેલો, આંતરરાષ્ટ્રીય બજારોના ઘટતા પ્રભાવ અને સૂર્યમુખી તેલની વધેલી ઉપલબ્ધતાને કારણે થયો છે. નવી MRP સાથે ધારા ખાદ્યતેલ આવતા સપ્તાહ સુધીમાં બજારમાં પહોંચી જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા દરને કારણે ખાદ્યતેલના ભાવ છેલ્લા એક વર્ષથી ખૂબ ઊંચા છે.
ભારત સ્થાનિક માંગને પહોંચી વળવા વાર્ષિક આશરે 13 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે. ખાદ્ય તેલ માટે દેશની આયાત નિર્ભરતા 60 ટકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.