મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે(Mumbai-Ahmedabad National Highway) પર પાલઘર(Palghar) જિલ્લા નજીક આવેલા તવા ગામ પાસે ખાદ્ય તેલ(Edible Oil) વહન કરતું ટેન્કર પલટી જવાને કારણે લાંબા સમય સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ટેન્કરના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે તે હાઈવે પર પલટી ગયો હતો. સદનસીબે આ અકસ્માત(Accident)માં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ 2 મિનિટ 49 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઓઈલ ટેન્કર પલટી જવાના અને તેમાંથી ઓઈલ લીક થવાના સમાચાર મળતાની સાથે જ સેંકડો લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકો દર્શક બનીને આ આખું દ્રશ્ય જોતા રહ્યા, જ્યારે બાકીના સ્થાનિક લોકો પોતપોતાના વાસણમાં તેલ ભરતા જોવા મળ્યા.
View this post on Instagram
હાઈવે પર તેલ ફેલાઈ રહ્યું હતું અને લોકોએ તેને પોતાની ડોલ, 20 લિટર પાણીની બાટલો અને અન્ય વાસણોમાં ભરવાનું શરૂ કર્યું. ગુજરાતથી મુંબઈ જઈ રહેલું આ ઓઈલ ટેન્કર પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકને સામાન્ય ઈજા થઈ છે.
ટેન્કર પલટી જતાં તેમાં ભરેલું હજારો લીટર સરસવનું તેલ રસ્તા પર વહી ગયું હતું. થોડી જ વારમાં તેલની નદી વહેવા લાગી. લોકોને તેની જાણ થતાં જ તેઓ વાસણો, ડબ્બા અને બોટલો લઈને ટેન્કર તરફ દોડી ગયા હતા. લોકોએ પોતાના વાસણોમાં બને તેટલું તેલ ભરી દીધું. લોકો આજુ બાજુમાં રહેલા ખાડામાંથી પોતાના વાસણમાંથી તેલ ભરવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.