ગુજરાત(Gujarat): ઓગસ્ટમાં તહેવારોની મોસમ પૂર્ણ થતાંની સાથે જ સિંગતેલ(Singtel)ના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ખાદ્યતેલ(Edible oil)ની બજાર ખૂલતા જ ભાવમાં ભડકો થયો છે. સિંગતેલનો ડબ્બો 2800 થી 2850 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે. સિંગતેલના ડબામાં 50 રૂપિયાનો મસમોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. તો એક રાહતના સમાચાર એ છે કે, પામ તેલના ભાવમાં તોતિંગ 165 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમે તમને જણાવી દઈએ કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં ધરખમ વધારો થતો હોય છે. ત્યારે તહેવારો પૂર્ણ થતા જ તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલના ડબામાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
જો ડબ્બા મુજબ વાત કરવામાં આવે તો 2800 રૂપિયાથી 2850 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે. તો બીજી બાજુ, પામોલિન તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તહેવારમાં પામતેલના ભાવ ઘટાડ્યા નહી અને હવે તહેવારો પછી પામતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા 1920 -1925 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.
અલગ અલગ તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થવા પામ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શકયતા સેવાઈ રહી છે. સીંગતેલના ભાવમાં વધારો કરવામાં આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળી શકે છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવા માટે મજબુર બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલમાં ભાવવધારો થવાને કારણે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધી ગયું છે. ખાદ્યતેલોમાં મસમોટો ભાવ વધારો કરવામાં આવતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ખાદ્યતેલના ભાવ વધવાને કારણે આમ જનતાને મોટો આંચકો લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.