2012 પછી પ્રથમ વખત ભારતીય યુનિ.ને 300માં સ્થાન ન મળ્યું.
સમગ્ર વિશ્વ ના ગ્લોબલ યુનિવર્સિટીના નવા રેન્કિંગમાં ટોચની 300 યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટીને સ્થાન મળ્યું નથી. 2012 પછી પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતની યુનિવર્સિટીને વિશ્વની ટોચની 300 યુનિવર્સિટીઓમાં સ્થાન મળ્યું નથી.
ગ્લોબલ યુનિવર્સિટીના રેન્કીંગમાં વધુ ભારતીય યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. 2018માં દેશની 49 યુનિવર્સિટીઓને રેન્કીગમાં સ્થાન મળ્યું હતું જ્યારે આ વખતે દેશની 56 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતની ટોચની યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સનો રેન્ક ગયા વર્ષે 251થી 300ની વચ્ચે હતો જે આ વર્ષે ઘટીને 301થી 350 વચ્ચે આવી ગયે છે. આ યાદીમાં પ્રથમ ક્રમાકે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે. ચીનની શિંઘુઆ યુનિવર્સિટી આ યાદીમાં 23મા ક્રમે જ્યારે ચીનની જ અન્ય એક યુનિવર્સિટી પેકિંગ યાદીમાં 25મા ક્રમે છે.
ભારત માટે સારી વાત એ છે કે આઇઆઇટી, રોપરે પ્રથમ વખતમાં 301-350માં જગ્યા બનાવી લીધી છે. કેલિફોર્નિયા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી આ યાદીમાં બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ચોથા ક્રમે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને પાંચમા ક્રમે મેસ્સેચ્યુટ્સ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી છે.
યેલ યુનિવર્સિટી આઠમા ક્રમે, યુનિવર્સિટી ઓફ શિકાગો નવમા ક્રમે જ્યારે ઇમ્પિરિયલ કોલેજ, લંડન આ યાદીમાં દસમા ક્રમે છે. યુનિવર્સિટી કોલેજ, લંડન 15મા ક્રમે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક અને પોલિટિકલ સાયન્સ 27મા ક્રમે, કિંગ્સ કોલેજ લંડન 36મા ક્રમે અને ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન આ યાદીમાં 110મા ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.