સુરતમાં બાળકોના કમકમાટીભર્યા મોતા બાદ સમગ્ર ગુજરાત અને ભારત શોકમાં છે. ત્યારે બીજી તરફ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો એક નવો અવતાર સામે આવ્યો છે. એક તરફ સુરતની ગોઝારી ઘટના બની તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રિબડાના મહિપતસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા મરસિયામાં ડાયરાની મોજ માણી રહ્યા હતા.
ખુદ શિક્ષણમંત્રીની ડાયરાની મોજ બાદ ઘણી જગ્યાએ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો કે આ પહેલા જ પોતાની ભૂલ ન માની ભૂપેન્દ્રસિંહે સુરત કોર્પોરેશનની ભુલ બતાવી પોતાન વિચક્ષણ બુદ્ધિનું એક મોટું ઉદાહરણ તો પહેલાથી જ આપી દીધું હતું. ત્યારે કોઈ પણ પ્રકારનું એક્શન લીધા વિના શિક્ષણમંત્રી જ જો ડાયરામાં મોજ કરતા હોય તો શું કહેવું ?
મહત્વનું છે કે સુરતના વરાછા રોડ પર સરથાણા નેચરપાર્કની પાસે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ તક્ષશિલા આર્કેડના કાલે ઢળતી બપોરે ચારેક વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર દાદરના ભાગે ઇલેકટ્રીક શોટ સર્કિટથી આગ લાગી હતી. જેમાં વિદ્યાર્થીઓ સહિત 23 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. જે પૈકી ૧૮ આગમાં જીવતી ભુંજાઇ ગઇ અથવા ગુંગળામણથી મૃત્યુ પામી હતી. જ્યારે એક વ્યક્તિ ત્રીજા માળેથી જીવ બચાવવા કૂદી પડતા મોત થયું હતું. આગને પગલે જીવ બચાવવા માટે ત્રીજા માળે આવેલા ટયુશન ક્લાસના વિદ્યાર્થીઓ સહિત ૧૦ જેટલા વ્યક્તિ ત્રીજા માળેથી નીચે કૂદી પડયા હતા.
દુર્ઘટનામાં ફાયરબ્રિગેડે ફસાયેલા ૧૮ વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલાવ્યા હતા. ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ સરથાણા ખાતે પ્રાણી સંગ્રહલય નજીક તક્ષશિલા આર્કેડ નામે ચાર માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલુ છે.જેમાં ગ્રાઉન્ડ ફલોર વેલ્ડીંગની દુકાન અને પહેલા માળે દુકાનો, બીજા માળે ફેશનડીઝાનીગ ઇન્સ્ટીટયુટ, ત્રીજા માળે ટયુશન કલાસીસ અને ચોથા માળે હોલ આવેલો છે. આજે ઢળતી બપોરે ૪:૦૩ વાગ્યાના અરસામાં બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર લોખંડના દાદર પાસે ઇલેકટ્રીક શોર્ટ સકિટ થતા આગ ફાટી નીકળી હતી.
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી આગની ઘટનામાં 23 લોકોના મોત થઇ ગયા છે. જેમાંથી 15થી વધારે મૃતકના નામ સામે આવ્યા છે. જેમાં મૃતકોમાં 15 વર્ષથી લઇને 21 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ જ છે. નજર કરીએ મૃતકોના નામની યાદી પર
મૃતકોના નામ
એશા ખંડેલા 17
જાનવી વસોયા 17
મિત સંઘાણી 17
હસ્તી સુરાણી 18
ઈશા કાકડિયા 15
અંશ ઠુમ્મર 18
જાન્વી વેકરિયા 17
વંશવી કાનાણી 18
કૃતિ દયાળા 18
દ્રષ્ટિ ખૂંટ 18
રૂમી બલર 17
રૂદ્ર ડોંડા 18
ખુશાલી કોઠડિયા 17
ક્રિષ્ના ભીકડીયા 21
છલાંગ લગાવતા મોત
ખુશાલી કોઠડીયા 17
ક્રિષ્ના ભીકડીયા 21
રૂદ્ર ડોંડા 18
સારવાર હેઠળ
ધ્રવી, આદેશ, રૂષિત, ઉર્મિ, રૂચા, હેતલ, કેયૂર, આઝાદ
સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુનિલ ખોડીકાર
વિક્રમસિંહ ઉમરાવ સિંહ
સાગર સોલંકી
દીપક શાહ
સ્પાર્કલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
વૃતિ
હર્ષ પરમાર
મયંક રંગાણી
ખુશાલી
જ્યોત્ષના
દર્શન
જતીન
કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હેપ્પી
ધ્રૂવી
ત્રિશા
અગ્નિકાંડ બાદ પોલીસે ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી
સુરતમાં બનેલી આગની ઘટના બાદ પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, બે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ
રિયલ અવેન્જર : ‘કેતન’ નહોત તો બીજા 8થી 10 લોકોને જીવ ગુમાવવાનો વારો આવેત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.