સુરતમાં થોડા દિવસો પહેલાં જ એક વિકરાળ આગે 22 વિદ્યાર્થીઓના જીવ લીધા હતા તેવામાં ફરી એક વાર આજે સુરતમાં શાળામાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આજે સુરતમાં શાળા શરૂ થાય તે પહેલાં જ આગ લાગતા ફાયર બ્રિગેડને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી.સુરત શહેરના દાંડી રોડ વિસ્તાર ખાતે પ્રેમ ભારતી હિંદી વિદ્યાલય આવેલી છે. આ શાળામાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના ઘટી હતી.આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ શાળાની બહાર જ હતા તેથી જાનહાનિની ઘટના ટળી હતી.શાળાનું સમારકામ શરૂ હોવાથી શાળાની બહાર જ કપચી સહિતનું મિટરિયલ પડ્યું હતું. શાળામાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓની પાંખી હાજરી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લઈ અને વિદ્યાર્થીઓને ખસેડ્યા હતા. જોકે, આગમાં કોઈ ફયાસુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.ફાયર બ્રિગેડ દ્વારા શાળાને સીલ કરવામાં આવી છે. જ્યાં સુધી ફાયર NOC નહીં મળે ત્યાં સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.
આ ઘટના જોતા એવુ લાગે છે કે શાળાએ હજી સુધી ફાયર NOC નથી લીધી. હવે લોકોએ જાગૃત થવું પડશે. ક્યાં સુધી સત્તા અને તંત્રથી ડર્યા કરશો? હવે તો વાત આપડા પોતાના બાળકોના હિતની છે. આપડે હજી પણ નહિ બોલીયે તો કાલે કદાચ આપડું બાળક પણ આવી બેદરકારીનો ભોગ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.