સુરતમાં સ્પા અને કાફેની આડમાં ચાલતા દુષણને બંધ કરવા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજુઆત

આપણે સો કોઈના કોઈ માધ્યમથી જાણતા હોઈએ છીએ કે, અહિયાં સ્પાની આડમાં ફૂટનખાના ચાલી રહ્યા હોય છે અને કાફેના નામ પર પણ અભદ્ર પ્રવુતિઓ થતી હોય છે. ત્યારે સુરત સહીત અનેક શહેરોમાં આ પ્રકારના સ્પા અને કેફે નો દુષણ ચાલી રહ્યા છે. ત્યારે આ દુષણને દુર કરવા ખુબ જ માંગ ઉઠી રહી છે.

ત્યારે હવે સુરત શહેરના વેસુ, વરાછા, સરથાણા, પુણા કેનાલ રોડ, અમરોલી, સીમાડા, મોટા વરાછા, કતારગામ, ડુમસ વિસતારમાં સ્પા તેમજ કપલ બોક્ષ ધમધણી રહયા છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને ઍક્તા ચેરીટેબલ ટ્રસ્ટને આ બાબત ધ્યાને આવતા આજે કલેક્ટરને આ અંગે રજુઆત કરવામાં આવી છે. આવા સ્પા તેમજ કપલ બોક્ષમાં યુવકો અને યુવતીઓ મોટા ચાર્જ ચુકવીને જતા હોય છે. જેથી સમાજમાં ફેલાતા આવા સ્પા અને કેફે નો દુષણ તાત્કાલીક અસરથી બંધ થવું જાઇઍ તેવી ઍક્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવી છે.

શોપીંગ મોલ અને કોમ્પલેક્સ જેવી જાહેર જગ્યાઓ કે જ્યાં સભ્ય સમાજમાંથી આવતા લોકોની અવર-જવર રહેતી હોય છે તેવા સ્થળો ઉપર કોફી શોપ કે કપલ બોક્સની આડમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ ઉઠી છે. આ મુદ્દે ઍક્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે.

કપલ બોક્સમાં શું હોય છે?
દરેક કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે તેમ હોય છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી. બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ કે સોફો પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *