“ઇલેકશન-2022” ગુજરાતમાં નજીક આવી રહેલી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. લોક ચર્ચા મુજબ છેલ્લા અઠવાડિયા દરમિયાન એક સાથે 2-2 દેશોના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પણ ચુંટણી વેહલા આવવાના સંકેતો આપી રહી છે. જણાવી દઈએ તમને કે બ્રિટનના વડાપ્રધાન બ્રિટનના PM બોરિસ જોનસન અને સાથે સાથે મોરેશિયસનાાં વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથના ગુજરાતના મુલાકાતે આવ્યા હતા. ઘણા બધા ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ પણ કરવામાં આવી હતી.
“ઇલેકશન-2022” ગુજરાતમાં ભાજપા દિવસે ને દિવસે ગુજરાતમાં સકીર્ય થઇ રહી છે ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા આવનારા દિવસોમાં ગુજરાત મુલાકાત કરશે અને ખુબ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ સમાચારે ગુજરાતના રાજકીય જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. “ઇલેકશન-2022” ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી ભાજપે તમામ મંત્રીઓ અને નેતાઓને તાબડતોબ ગાંધીનગર ખાતે બેઠક બોલાવી છે જેમાં કાર્યક્રમ બાબતે ચર્ચા કરવામાં આવશે
“ઇલેકશન-2022” ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા 29 એપ્રિલથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે બેઠક જેમાં તમામ મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ, પ્રદેશના હોદ્દેદારો હાજર રહેશે. ઉપરાંત GMDC હોલ ખાતે મંડળ સ્તરના કાર્યકરો સાથે પણ સંમેલન યોજશે. તેમજ સાંજે વડોદરામાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે.30 એપ્રિલના રોજ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં ભાગ લેશે.
“ઇલેકશન-2022” ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ ઉપરાંત પાટણ ખાતેના સરકારી કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે. આમ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા આવનારા દિવસોમાં 3 દિવસો માટે ગુજરાતના મેહમાન બનવાના છે.બીજી તરફ 30 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે મળતી માહિતી પ્રામાણે અમિત શાહ ગાંધીનગરમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહ અને પંચમહાલ ડેરી અને PDC બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.