વટલાયેલા ધારાસભ્યોને સ્થાને નવા મુરતિયા શોધવા પેટાચૂંટણીઓની જાહેરાત- જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની અને મધ્યપ્રદેશની 16 બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી છે. બંને રાજ્યોની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

જેમાં 9 ઓક્ટોબરના રોજ જાહેરનામું બહાર પડશે, ૧૬ ઑક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહેશે, 17 ઓક્ટોબર ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે, 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે, 3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.

કઈ બેઠક પરથી કયા ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યાર પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. આમ બે તબક્કામાં 8 બેઠક ખાલી થઇ છે.

મધ્ય પ્રદેશ વિધાનસભામાં મહત્તમ 27 બેઠકો છે જ્યાં પેટા-ચૂંટણીઓ યોજાશે. અહીં સામુહિક પક્ષ પરિવર્તનના કારણે ઘણા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બીજી તરફ, ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 3 નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 10 નવેમ્બરે થશે. ગુજરાતમાં જે  બેઠકો પર  ચૂંટણી યોજાશે તેમાં બોટાદ, ગડડા, કપરાડા, કરજણ, ડાંગ, અબડાસા, લીમડી અને મોરબીનો સમાવેશ થાય છે. જે બેઠકો પર મતદાન થશે તે બેઠકો ગુજરાતની 8, યુપીની સાત, ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા અને કર્ણાટકની બે અને તેલંગાણા અને છત્તીસગઢની એક-એક બેઠક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *