ગુજરાત(Gujarat): વિધાનસભા(Assembly)ના બે દિવસના ચોમાસું સત્ર(Monsoon session)ના પહેલા જ દિવસે આજે ગુજરાત રાજ્યની નવી સરકારની રચના થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ(Assembly Speaker) અને ઉપાધ્યક્ષ(Assembly Vice President)ની વરણી કરી દેવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે તમામની બહુમતી બાદ નીમાબેન આચાર્ય(Nimaben Acharya)ની વરણી કરવામાં આવી છે. જે બાદ ઉપાધ્યાક્ષ માટે કોંગ્રેસના ભારે વિરોધ બાદ પણ જેઠા ભરવાડ(Jetha Bharwad)ની વરણી કરવામાં આવી છે.
કોંગ્રેસે ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો:
વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે તમામ ધારાસભ્યોનો મત લેવામાં આવ્યો હતો. જે બાદ પાર્ટીએ વિજય રૂપાણીની સરકાર(Rupani Government) વખતે ઉપાધ્યક્ષ રહી ચૂકેલા નિમાબેન આચાર્યને અધ્યક્ષ પદ માટે વરણી કરવામાં આવી હતી. નિમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પણ ઉપાધ્યક્ષના નામને લઈ કોંગ્રેસ ભારે વિરોધ કરી રહી હતી.
ગુજરાત સરકારે જેઠા ભરવાડને વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નામ મુકવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ માટે અનિલ જોષીયારાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે બાદ કોંગ્રેસની માંગને નકારવામાં આવી અને સરકાર દ્વારા બહુમતીને આધારે જેઠા ભરવાડનું વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેમાં વિપક્ષ નેતાએ મત વિભાજનની માગણી કરી પણ સરકારે બહુમતીના જોરે ધ્વનિમતની જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ પદ પર બેસાડવામાં આવ્યા હતા.
પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર:
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવતા કહ્યું કે, વિધાનસભામાં ઉપાધ્યક્ષનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. પહેલા કોંગ્રેસની સત્તામાં વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનતા હતા પરતું આ વખતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેમાં સત્તાપક્ષનું જ શાસન ચાલે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જોષીયારાનું નામ આગળ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસ વિધાનસભાનાં પ્રથમ સત્ર પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક બોલાવવામાં અવી હતી જેમાં બે દિવસ ચાલનારા ચોમાસા સત્રમાં કોંગ્રેસ સરકારને વિવિધ રીતે ઘેરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. પહેલા જ દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા કે, ગુજરાતના કચ્છમાં પડકાયેલા કરોડોના ડ્રગ્સનો મુદ્દો ઉઠાવી સરકારને આ માટે જવાબદાર ઠેરવી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.