જુઓ કેવીરીતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી સુરતમાં થઇ રહ્યું છે વેચાણ- મોટા વેપલાનો થયો પર્દાફાશ

સુરત(ગુજરાત): હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સ(Drugs) અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર વોચ રાખીને તેમને પકડી પાડવામાં આવતા હોય છે. આ દરમિયાન, દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(Delhi…

સુરત(ગુજરાત): હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સ(Drugs) અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર વોચ રાખીને તેમને પકડી પાડવામાં આવતા હોય છે. આ દરમિયાન, દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(Delhi Narcotics Control Bureau)એ સુરત(surat) શહેર એસઓજીની ટીમને સાથે રાખી ઓનલાઇન એલએસડી ડ્રગ્સ(Online LSD Drugs)ના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ડાર્કવેબ(Darkweb) મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી લોકલ લેવલે વેચાણ કરતા અડાજણ(Adajan)નું ગોળવાળા દંપતી પકડાયું હતુ. એનસીબીની ટીમ ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે લઇ દંપતીને લઇ દિલ્હી જવા રવાના થઇ હતી. ગોળવાળાના લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો(2 kg of hybrid Drugs), 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા મળે છે.

યુવાધનને બરબાદીના દલદલમાં ધકેલતા ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબુદ કરવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સહિતની એજન્સીઓ સતત એલર્ટ છે. બીજી બાજુ ડ્રગ્સ માફિયાઓ પણ નવી-નવી મોડસ ઓપરેન્ડી થકી પોતાના બદઇ રાદાઓને અંજામ આપી રહ્યા છે. હાલના ડિજિટલ યુગમાં ડ્રગ્સ માફિયા ઓનલાઇન ગોરખધંધા કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. આ દરમિયાન, દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને ઓનલાઇન ડ્રગ્સ રેકેટ ડાર્કવેબ મારફતે ઓપરેટ થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે એનસીબીની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સને આધારે વર્કઆઉટ કરવામાં આવતા એવો ઘટસ્ફોટ થયો હતો કે, સુરતમાં અડાજણ ખાતે એલપી સવાણી રોડ પર નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રહેતો કૃણાલ ગોળવાલા ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી સુરતમાં ગ્રાહકોને વેચતો હતો.

દિલ્હી એનસીબીની ટીમ દ્વારા શુક્રવારે સુરતમાં ધામા નાંખ્યા હતા. અહીં સુરત શહેર પોલીસની એસઓજીની ટીમને સાથે રાખી અડાજણમાં નક્ષત્ર એપાર્ટમેન્ટમાં રેઇડ કરી હતી. જ્યાં ગોળવાળાના લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ઓનલાઇન ડ્રગ્સના ગોરખધંધામાં કૃણાલ ગોળવાળાની સાથોસાથ તેની પત્ની દિક્ષીતાની પણ સંડોવણી બહાર આવી હતી. જેથી બંનેની અટકાયત કરવામાં આવી હતી. એનસીબી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઇ ગોળવાળા દંપતીને લઇ દિલ્હી નીકળી ગઇ હતી.

જાણવા મળ્યું છે કે, ડિજિટલ વર્લ્ડમાં જે કોઇ ઇન્ફર્મેશનની આપ-લે થાય છે તે સાઇબર સ્પેસમાં થતી હોય છે. સાયબર સ્પેસના સરફેસ વેબ, ડિપ વેબ અને ડાર્ક વેબ એમ ૩ પ્રકાર હોય છે. જે પૈકી ડાર્ક વેબ ગેરકાયદે છે અને અહીં ગોરખધંધા જ થતા હોય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ડાર્ક વેબના ડેટા ગૂગલ કે અન્ય સર્ચ એન્જિનમાં સર્ચ કરી શકાતા નથી. આ વેબને ખાસ પ્રકારના બ્રાઉઝર પરથી ડાઉનલોડ કરવામાં આવે છે. ડાર્ક વેબમાં એવી વેબસાઇટ્સ હોય છે કે જે લોકોને વિઝિબલ હોતી નથી. કારણ કે, તે વેબના આઇપી એડ્રેસ હિડન મોડ પર હોય છે.

કૃણાલ ગોળવાળા ડાર્કવેબથી ડ્રગ્સ મંગાવતો હતો. જાણવા મળ્યું છે કે, તેઓ સુરતમાં સિલેક્ટેડ ગ્રાહકોને મો માંગ્યા ભાવે ડ્રગ્સનું વેચાણ કરતા હતા. તેઓ કેટલા સમયથી ઓનલાઇન ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને તેઓના કસ્ટમરો કોણ-કોણ હતા તે હવે NCBની પૂછપરછમાં બહાર આવશે. વધુમાં વૈભવી ફ્લેટમાં રહેતા કૃણાલના પિતાના ઓલપાડમાં લૂમ્સ ચલાવે છે તેમજ વેસુમાં તેઓની બર્ગર શોપ પણ હોવાનું સામે આવ્યું છે.

કૃણાલ અને તેની પત્ની ડ્રગ્સના વેપલામાં પકડાતા સોસાયટીના રહીશો પણ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે કૃણાલના માતા-પિતાએ જણાવ્યું હતું કે, કૃણાલે બે વર્ષથી ફાસ્ટફૂડનો વેપાર ચાલુ કર્યો હતો. કૃણાલ રાત્રે મોડેથી દુકાન બંધ કરીને આવતો એટલે મળવાનું પણ ઓછું થઇ ગયું હતું. હું સવારે જલ્દી કારખાને ચાલી જતો હતો. અચાનક શુક્રવારે સવારે પોલીસ આવી ત્યારે અમને ખબર પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *