ચીનની સરકારની યોજના મેળવવા માટે એક પરિવારે આવું પગલું ભર્યું હતું, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ચીનના એક જ પરિવારના 11 લોકોએ 2 અઠવાડિયામાં એકબીજા સાથે 23 વખત લગ્ન કર્યા અને પછી છૂટાછેડા લીધાં. મળેલા રિપોર્ટ મુજબ, ઝેજિયાંગ પ્રાંતના લિશુઇ શહેરના એક નાના ગામમાં પાન નામના વ્યક્તિને શહેરી નવીકરણ વળતર યોજના વિશે જાણ થતાં આ કૌભાંડ શરૂ થયું.
તસ્વીરો સાંકેતિક છે.
મીડિયા રિપોર્ટ અનુસાર,સ્થાનિક રહેવાસીઓને ઓછામાં ઓછી 40 ચોરસ મીટર ની સાધારણ એપાર્ટમેન્ટ ઓફર કરવામાં આવી રહ્યાં હતાં, ભલે તેમની પાસે તેની મિલકત ન હોય. આ સરકારી યોજનાનો લાભ લેવા પાને તેની પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા. પાનને માત્ર 6 દિવસ પછી જ જમીન મળી અને તેણે તેની પૂર્વ પત્નીને ફરીથી છૂટાછેડા આપી દીધા. પરિવારના અન્ય સભ્યો જલ્દી કથિત કૌભાંડમાં સામેલ થઈ ગયા છે.
પાન જમીનની લાલચમાં તેની બહેન, ભાભી સાથે પણ લગ્ન કરતો હતો. તે જ સમયે, પાનના પિતાએ તેના કેટલાક સંબંધીઓ સાથે લગ્ન પણ કર્યા. તે લગ્નમાં તેની માતા પણ શામેલ હતી. એક બીજા સાથે લગ્ન કર્યા પછી, તેઓ ગામના રહેવાસી તરીકે નોંધણી કરાવી અને છૂટાછેડા લીધા.
રિપોર્ટ અનુસાર, પાને એક અઠવાડિયામાં ત્રણ વાર લગ્નની નોંધણી કરાવી હતી. પાન ફ્રોડ અંગે સરકારી અધિકારીઓને ચાવી મળી. તેણે જોયું કે,11 લોકોનું સરનામું એક ઘરનું છે આ કૌભાંડ બહાર આવ્યા બાદ દરેકની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ચાર લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.