3 મહિનાથી લીવ-ઈનમાં રહેતી પ્રેમિકા ગર્ભવતી થયા બાદ પ્રેમીએ તેની સાથે એવું કર્યું કે, જાણીને તમે પણ ચોકી ઉઠશો  

હાલમાં આપને જાણીએ છીએ કે, લોકો પ્રેમમાં કઈ કઈ હદ પાર કરી જતા હોય છે અને આત્મહત્યા સુધી પહોચી જતાં હોય છે. આ દરમિયાન ગુજરાતનાં…

હાલમાં આપને જાણીએ છીએ કે, લોકો પ્રેમમાં કઈ કઈ હદ પાર કરી જતા હોય છે અને આત્મહત્યા સુધી પહોચી જતાં હોય છે. આ દરમિયાન ગુજરાતનાં સુરતમાંથી એક એવો કેસ સામે આવી રહ્યો છે જેમાં 3 મહિનાથી એક પ્રેમી અને પ્રેમિકા લીવ-ઈનમાં રહેતા હતા. આ દરમિયાન પ્રેમિકા ગર્ભવતી થઇ અને પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો.

સુરતની પ્રેમિકા અને અમદાવાદનો પ્રેમી છેલ્લાં 3 માસથી લીવ-ઇનમાં રહેતા હતા. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ, લગ્ન પહેલાં જ પ્રેમિકા ગર્ભવતી થઈ ગઈ હતી આ દરમિયાન પ્રેમીએ તેનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પ્રેમીએ પ્રેમિકાને અમદાવાદ બોલાવીને અને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવામાં આવી હતી અને પોલિસે સમાધાન કરાવીને પ્રેમિકાને સુરત મોકલી દીધી હતી.

સુરતમાં રહેતી અર્ચના અમદાવાદમાં રહેતા તેના બોયફ્રેન્ડ સની સાથે છેલ્લા 3 માસથી લીવ-ઇનમાં રહેતી હતી. બંનેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. પરંતુ અર્ચના અચાનક ગર્ભવતી થઈ હતી અને આ સમાચાર આપવા તેણે સનીને ફોન કર્યો હતો. પરંતુ સનીએ તેનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહી તેણે અર્ચનાનો નંબર પોતાના મિત્રોને આપી દીધો હતો અને અશ્લીલ વાતો કરવાનું પણ કહ્યું હતું. માતા-પિતાને તેના ગર્ભવતી હોવાની જાણ ન હોવાથી અને સની ફોન ઉપાડતો ન હોવાથી અર્ચનાએ ગભરાઇને ગર્ભપાતની દવા લઇ લીધી હતી. થોડા દિવસ બાદ સનીએ અર્ચનાને ફોન કર્યો અને તેણે સમગ્ર ઘટનાની જાણ કરી અને તેને અમદાવાદ બોલાવી હતી.

અમદાવાદ આવેલી અર્ચના સોનોગ્રાફી કરાવવા એકલી હોસ્પિટલ ગઇ હતી. તેથી સની ગુસ્સે થઈને હોસ્પિટલમાં ચપ્પુ લઇને પહોંચી ગયો હતો. ગભરાયેલી અર્ચનાએ મહિલા હેલ્પલાઇનને ફોન કરીને મદદ માંગી હતી. મહિલા હેલ્પલાઇન દ્વારા સ્થળ પર જઇને સમાધાન કરાવવામાં આવ્યું હતું.

પ્રેમી ઉપર વિશ્વાસ રાખી લીવ-ઇનમાં રહેતી પ્રેમીકાને શરૂઆતમાં ગર્ભ રહ્યો ત્યારે તેની ખુશીનો કોઇ પાર ન હતો. પ્રેમી તેની સાથે લગ્ન કરી લેશે તેવી આશા સાથે તે સુખી લગ્ન જીવનના સપના જોવા લાગી હતી. પોતે માં બનવાની છે તે સમાચાર તેણે પ્રેમીને ખુબ ખુશીથી આપ્યા હતાં. પરંતું ખુશ થવાના બદલે પ્રેમીએ તેની ઉપર ગુસ્સો કરી હમણાં બાળકની શું જરૂર છે એમ કહીને ઝગડો શરૂ કર્યો હતો. અને તેની સાથે ધીરે ધીરે સંબંધ ઓછો કર્યો હતો. ગર્ભમાં બાળક લઇને અમદાવાદ આવી ત્યારે યુવતી પાસે પૈસા પણ ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *