ઉત્તરાયણ પર્વ પર રાજ્યમાં ઇમર્જન્સી કોલમાં વધારો, 66ના ગળા કપાયા! 108માં 2,953 કેસ

Uttrayan 2024: ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સાથે આ ઉત્સવ દરમિયાન અનન્ય પડકારો અને કટોકટીની પરિસ્થિતિઓ પણ ઉદભવે છે. ખાસ કરીને માર્ગ અકસ્માતો, ટ્રોમા-નોન-વેસીક્યુલર જેવા કે પડી જવાથી, શારીરિક હુમલાઓ અને માનવ તેમજ પક્ષીઓમાં દોરીથી કપાઈ જવાની ઘટનાઓ સાથે સંબંધિત છે. ગતરોજ ઉત્તરાયણ( Uttrayan 2024 )ના દિવસે આ કેસોમાં વધારો જોવા મળ્યો છે.

સૌથી વધારે 99 અકસ્માતના બનાવ
દોરી આવવાથી કે અન્ય કારણસર ઉત્તરાયણમાં રાજ્યભરમાં 4476 ઈમરજન્સી કોલ 108 ઈમરજન્સી સેવાને મળ્યા હતા. જેમાં 513 જેટલા અકસ્માતના બનાવ બન્યા હતા. તેમાં સૌથી વધારે 99 જેટલા અકસ્માતના બનાવ અમદાવાદમાં બન્યા હતા. અકસ્માત સહિત અન્ય ઈમરજન્સી કોલ પણ ઉત્તરાયણના દિવસે સામાન્ય દિવસો કરતા વધુ મળ્યા હતા.

શહેરભરમાં દોરી વાગવાના અને અકસ્માતના બનાવ
અમદાવાદ શહેરના નારણપુરા, ન્યુ રાણીપ, મેઘાણીનગર, નિકોલ, હાથીજણ, દિલ્હી દરવાજા, મિરઝાપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં લોકોને દોરી વાગી હોવાનો બનાવો સામે આવ્યા હતા. તથા શહેરભરમાંથી અકસ્માતની પણ અનેક ઘટનાઓ સામે આવી હતી.

ઉતરાયણના તહેવારના દિવસે ધાબા પરથી નીચે પડવાના તેમજ અકસ્માતના બનાવો બનતા હોય છે 108 ઈમરજન્સી સેવાને આજે ઉત્તરાયણના દિવસે સવારે દસ વાગ્યા સુધીમાં 1077 જેટલા ઈમરજન્સી કોલ મળ્યા છે. ગત વર્ષે 963 જેટલા કોલ મળ્યા હતા. જેની સામે ચાલુ વર્ષે 114 જેટલી ઇમરજન્સી કોલની સંખ્યા વધુ જોવા મળી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 1426 ઇમરજન્સી કોલ 108ને મળ્યા હતા . જેમાં પતંગની દોરીથી ગળા કપાવવા, અકસ્માતના, નીચે પડી જવા સહિતના ઇમરજન્સી કોલ મળ્યા હતા.

અકસ્માતના 119 જેટલા કેસ
દર વર્ષે ઉત્તરાયણ પર ઇમર્જન્સી કોલમાં વધારો જોવા મળે છે. સુરતમાં આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. જેમાં પતંગની દોરીથી કપાવાના નવ જેટલા કેસો આવ્યા હતા. જ્યારે અકસ્માતના 119 જેટલા કેસ સામે આવ્યા હતા.સુરતમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા સમયે પડી જવાના કેસ પણ નોંધાયા હતા. 54 જેટલા લોકો પડી જવાથી ઇજાગ્રસ્ત થતા તેમને 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પતંગની દોરીથી કપાવાના 9 જેટલા કેસ સામે આવ્યા હતા. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડી 108 જીવ બચાવવામાં મદદ રૂપ થઇ હતી.